SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ध्यानविचार-संविवेचन [ ૬૯૧ સ્પર્શોદિ વિષયે પુણ્યથી પ્રાપ્ત થાય છે. પણ તે અનુકૂળ વિષયામાં સુખની કલ્પના કરીને, તેમાં રાચવુ–આસક્ત થવુ' તે પાપ છે. તે પાપ એટલા માટે છે કે શબ્દાદિ વિષયા એ પુદ્ગલના ગુણ-ધર્યાં છે, આત્માના નહીં. બીજાના ગુણધર્મોને પેાતાના માની, તેમાં રાચવું, તેના કર્તા-ભાક્તા બનવુ એ સૌથી મેટું મિથ્યાત્વ’ નામનું પા૫ છે. પાપના સ્વભાવ છે, આત્માને મલિન બનાવવાને—સંસારમાં પરિભ્રમણ કરાવવાના. ઇન્દ્રિયાના અગ્નિકુંડમાં ગમે તેટલુ' હેામેા, બધું સ્વાહા કરી જાય છે અને છતાં ધરાતી નથી કારણ અતૃપ્તિ એ ઇન્દ્રિયાના સ્વભાવ છે. સુખ અંદર છે, આત્મામાં છે, આત્માના ગુણામાં છે. વિષય-વિમુખતા ત્યારે જ સધાય, જ્યારે મન-પ્રાણ આદિ પ્રભુ-સન્મુખ મને, વીતરાગ પરમાત્માને અભિમુખ અને. વિષયે વિષ જેવા છે ? ના. તેના કરતાં વધુ કાતીલ છે. વિષ તા એક વાર દ્રશ્ય-પ્રાણા હરે છે, જયારે વિષયાનુ સેવન ભાવ-પ્રાણાના ઘાત કરીને જીવને આ સંસારમાં અન'તા જન્મ-મરણ કરાવે છે. પંચ-પરમેષ્ઠી ભગવંતાના તે-તે મુખ્ય ગુણાને સ્વ-વિષયભૂત ખનાવવાથી પાંચ ઇન્દ્રિયાના વિષયામાં અદ્ભુત રૂપાંતર થાય છે. તેમાંથી ભાગનું વિષ નિચાવાઈ જાય છે અને યાગામૃતના સંચાર થાય છે. જે વિષયે। આત્મ-સ્વભાવને અનુકૂળ નથી તેને અપનાવવા તે જ માટામાં મેટુ પતન છે. ઈન્દ્રિયાના વિષયને આધીન થવામાં સાચુ' સુખ નથી, પણ ઇન્દ્રિયાના ઈશને આધીન થવામાં સાચું સુખ છે. માટે સારાસાર, ખાદ્યાખાદ્ય, પેયાપેય, ગમ્યાગમ્ય, પથ્યાપથ્યના વિવેક વડે પાંચે ઇન્દ્રિયાને સ્વ-વશવતી બનાવવાના પુરુષાર્થ કરવા હિતાવહ છે, જે સ્વ-પરહિતનુ’ અનન્ય કારણ છે. વિષય વિમુખતાને જીવનમાં દૃઢ બનાવવા માટે આ પ્રકારનુ' ચિંતન આવશ્યક છે. આ ચિંતન દરાજ જરૂરી છે. (૩) શરીર અશુચિતા ચિંતન જીવને પેાતાના દેહ પ્રત્યે ગાઢ રાગ હાય છે. તેથી દેહની જ સાર સભાળમાં સતત પ્રયત્નશીલ રહે છે. તેમ છતાં સાત ધાતુથી બનેલા અને મળમૂત્રાદિ અશુચિથી ભરેલા આ દેહ પવિત્ર બનતા નથી; ગમે તેવાં સુગંધી દ્રવ્યેાનાં વિલેપન પણ અલ્પજીવી નીવડે છે. ૨૩ Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy