________________
૧૮૦ ].
ध्यानविचार- सविवेचन (૧) અનાદિ ભવ–મણું ચિંતન :
ભવભ્રમણ ખરેખર દુઃખદ છે, ત્રાસપ્રદ છે. તેમાં જીવને એક મિનિટ માટે પણ સ્વાધીનતાના સુખને અનુભવ ભાગ્યે જ થાય છે. પગલે-પગલે પરાધીનતા સેવવી પડે છે. અનાદિ કાળથી આ જીવ ભવ-સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે.
કઈ જાતિ, કોઈ નિ, કઈ સ્થાન અને કઈ કૂળ આ સંસારમાં એવું નથી કે જ્યાં આ જીવે અનંતવાર જન્મ, મરણ ધારણ ન કર્યા હેય ”
અરે ! ચૌદ રાજ પ્રમાણે કાકાશના અસંખ્ય પ્રદેશો છે તેના પ્રત્યેક પ્રદેશને આ જીવે અનંતવાર સ્પર્શ કર્યો છે.
સૌથી અધિક કાળ જ્યાં પસાર કર્યો છે, તે નિગોદ અવસ્થામાં આ જીવે એક શ્વાસોચ્છવાસ જેટલા અપ સમયમાં સત્તરથી અધિક વાર જન્મ અને મરણ કર્યા છે. - દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી રૂપે અનંત-અનંત જન્મ અને મરણ કરતાં આ જીવને અનંત પુદગલ પરાવર્તાકાળ આ સંસારમાં પસાર થઈ ગયે, છતાં હજુ તેને અંત-છેડે નથી આવ્યો. ખરેખર ! સંસાર અનાદિ અનંત છે. આ સંસારમાં કયાંય સ્થિર થઈને રહી શકાય એવું કેઈ સ્થાન નથી, સતત સંસરણ કરતા રહેવું એનું નામ જ સંસાર છે.
નવ માસ પર્યત માતાના ઉદરમાં પૂરાઈને રહેતાં જીવને જે દુઃખ સહન કરવું પડે છે તે આજીવન કેદની સજા ભોગવતા ગુનેગારના દુઃખ કરતાં અનંતગણું વસમું હોય છે.
ભયંકર પવનમાં જે દયનીય દશા પાંદડાંની હોય છે, તેના કરતાં વધુ દયનીય દશાને આ જીવ આ સંસારમાં પ્રતિપળે અનુભવ કરી રહ્યો છે.
આ સંસારમાં સુખ હોવાની ભ્રમણામાં રાચતા રહીને, આ જીવે નર્યા દુઃખનાં કારણુરૂપ પાંચ વિષયો, ચાર કષા અને અઢાર પાપ સ્થાનકેની સેવા કરવામાં કઈ કચાશ રાખી નથી.
એવી એક પળ તે બતાવો કે જેમાં આ જીવને આ સંસારમાં સ્વ-સુખ અનુભવવા મળ્યું હોય? - આ પ્રકારના ચિંતનના સતત અભ્યાસથી સાચી વૈરાગ્યભાવના જીવનમાં જાગે છે.
સાચી વૈરાગ્યભાવના એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, તાવિક વૈરાગ્ય. (૨) વિષય વમુખ્ય ચિંતન :
મનુષ્યને પૂર્ણ પાંચ ઈન્દ્રિયે અને તેનાં અનુકુળ શબ્દ, રૂપ, રસ, ગંધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org