________________
ध्यानविचार-सविवेचन
| [ ૨૧૭ - પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, બે વેદનીય, બે મેહનીચ, ચાર આયુષ્ય, બે નામ, બે ગોત્ર અને પાંચ અંતરાય – આ આઠે કર્મોને ક્ષય થતાં એકત્રીસ ગુણે પ્રગટે છે.
આ રીતે વિવક્ષા ભેદથી ભિન્ન-ભિન્ન રીતે વર્ણવેલા સિદ્ધ પરમાત્માના બાસઠ ગુણનું ચિંતન-ધ્યાન કરવાથી અરૂપી વગેરે તથા અનંત જ્ઞાનાદિ વગેરે આત્માના નિર્મળ ગુણેનું જ ધ્યાન થાય છે.
આ બાસઠ ગુણેમાં શેષ સર્વ ગુણો સમાઈ જાય છે.
નંદી–સૂત્ર, સિદ્ધ-પ્રાભૂત અને નવતત્વ આદિ ગ્રંથમાં વર્ણવેલા સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું ચિંતન અને ભાવન સિદ્ધિધ્યાનમાં સહાયક બને છે. ગુરુગમ દ્વારા તે ગ્રન્થને અભ્યાસ કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ અનેક પ્રકારે વડે સિદ્ધ પરમાત્માના સ્વરૂપને વિશદ અને સ્પષ્ટ બંધ થાય છે. પ્રસ્તુત ધ્યાનમાં ઉપયોગી સિદ્ધ પરમાત્માના સ્વરૂપને ટૂંકમાં વિચાર કરીએ -
સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ નવ-તાવ-પ્રકરણમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સિદ્ધ પરમાત્માનું જે સ્વરૂપ વર્ણવેલું છે તે નીચે પ્રમાણે છે –
(૧) સત – સિદ્ધ ભગવંતનું અસ્તિત્વ સદા માટે હોય છે, આકાશ-કુસુમની જેમ કેઈ કાળે પણ તેમને અભાવ હતું જ નથી.
એકપદવાળાં નામે વિદ્યમાન વસ્તુનાં વાચક હોય છે. “સિદ્ધિ” પણ એકાદવાળું નામ છે, તેથી સિદ્ધો સદા વિદ્યમાન હોય છે.
(૨) દ્રવ્ય પ્રમાણ – દ્રવ્યની દષ્ટિએ સિદ્ધોની સંખ્યા “અનંત છે. એક સિદ્ધ પરમાત્માની અવગાહનામાં પણ બીજા અનંત સિદ્ધો રહેલા હોય છે. તેથી અસંખ્ય ગુણ સિદ્ધો દેશ અને પ્રદેશને સ્પર્શીને રહેલા છે. , (૩) ક્ષેત્ર પ્રમાણુ - સિદ્ધ ભગવંતે લોકના અસંખ્યાત ભાગમાં રહેલા છે અર્થાત પિસ્તાળીસ લાખ જન પ્રમાણ નિર્મળ સફટિક રત્નની શિલા ઉપર, લેકના અગ્રભાગને સ્પેશીને પિતાના ચરમદેહની અવગાહનાના બે તૃતીયાંશ ભાગને અવગાહીને રહેલા છે.
() સ્પશના – સિદ્ધ ભગવતેની સ્પર્શના પણ લોકના અસંખ્ય ભાગમાં હોય છે, પરંતુ ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક અધિક હોય છે.
(૫) કાળ – સિદ્ધ ભગવંતે આદિ અનંત કાળવાળા હોય છે એટલે કે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થયા પછી અનંતકાળ સુધી (સદા માટે) તે જ અવસ્થામાં રહે છે, પરંતુ તેમનું બીજું કઈ સ્થાનાંતર કે અવસ્થાનાંતર થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org