________________
ध्यानविचार-सविवेचन અક્ષર વલયમાં શુભ વિચારના આલંબન દ્વારા નિર્વિચાર–ધ્યાનમાં પ્રવેશ કરવાનું સૂચન છે. અને “પરમાક્ષર વલયમાં પવિત્રપદ-મંત્રપદોના આલંબન દ્વારા દયાન કરવાનું બતાવી સર્વ પ્રકારનાં “પદસ્થ ધ્યાને’ની મહત્તા સૂચવી છે.૩૩
(૪) “અક્ષર વલયમાં ક થી ૮ સુધીના બાવન અક્ષરને ન્યાસ કરવામાં આવે છે. આ બાવન અક્ષરમાંથી કાર આદિ કેઈ એક અક્ષરના આલંબનથી પણ ધ્યાન કરી શકાય છે.
આ બાવન અક્ષરને વર્ણમાળા, વર્ણ-માતૃકા, સિદ્ધ-માતૃકા વગેરે નામથી ઓળખવામાં આવે છે.
માતૃકાને પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર રૂપ છે, શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. “વાગ્ય’ અને ‘વાચક ભાવથી રહિત છે. તેને આલંબનથી “નાદાનુસંધાનની પ્રક્રિયા પણ અત્યંત સુગમ અને સરળ બની રહે છે.
આ વર્ણ-માતૃકા, વર્ણ-માળા અનાદિ સંસિદ્ધ અને સિદ્ધાન્ત–પ્રસિદ્ધ છે. અનાદિ સંસિદ્ધ છે, એટલે કે તેને બનાવનાર કોઈ નથી, તે શાશ્વત અને સ્વયંભૂ છે.
માતૃકા એ જ્ઞાન–શક્તિનો પ્રસાર છે, એટલે કે આત્માની જ્ઞાન–શક્તિ છે. આ દૃષ્ટિએ અક્ષરો (વણે) એ માતૃકાના દેહ છે અને માતૃકા (જ્ઞાન–શક્તિ) તે દેહમાં રહેલા અંતરાત્મા છે. માતૃકારૂપ જ્ઞાન-શક્તિનું ઉદબોધન કરનાર વિખરી, મધ્યમ, પશ્યતી અને પરા-આ ચાર પ્રકારની વાણી છે. તેથી આ ચારે પ્રકારની વાણીને પણ ઉપચારથી માતૃકા કહેવાય છે. વૈખરી આદિ માતૃકાઓ પ્રવાહથી અનાદિ છે.
સ્પષ્ટાચારરૂપ વખરી, શ્રતજ્ઞાને પયોગરૂપ મધ્યમાં અને શ્રુતજ્ઞાનના ક્ષયોપશમલબ્ધિરૂપ પશ્યન્તી–એ સર્વ અનિત્ય હોવા છતાં પ્રવાહની અપેક્ષાએ તે અનાદિ છે, એટલે કે વિવિધ જેમાં તે સદા વિદ્યમાન હોય છે.
મંત્રીવાદીઓ પણ માતૃકાવર્ણ–ન્યાસને ઘણું જ મહત્ત્વ આપે છે.
સર્વ પ્રકારની મંત્ર-જપાદિની સાધનામાં માતૃકા-લિપિના ન્યાસ વિના જે કાંઈ કરવામાં આવે, તે સર્વ નિષ્ફળ જાય છે, માટે સર્વ સાધકે એ મંત્ર-જપાદિમાં વણું– માતૃકાને ન્યાસ અવશ્ય કરવો જોઈએ. ३३. यत्पदानि पावत्राणि समालम्ब्य विधीयते।
तत्पदस्थं समाख्यातं ध्यानं सिद्धान्तपारगैः ॥
જે ધ્યાન પવિત્ર-પદોનું (મંત્રાક્ષરોનું) આલંબન લઈને કરાય છે, તેને સિદ્ધાન્તના પારગામીઓએ “પદસ્થ ધ્યાન' કહેલું છે.
–ો રાત્ર; પ્રારા-૮, ૨–.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org