________________
ध्यानविचार-सविवेचन
[ ૧૩ (૨) શુભાક્ષરવલય પછી અક્ષર શ્રુતવાચક “સિય નીસિંચ” વગેરે પાંત્રીસ અક્ષરેનો ન્યાસ કરવાનું વિધાન છે–એ ધ્યાન-સાધના “અક્ષર ધ્યાન કરતાં ‘અનક્ષર ધ્યાન’ની અત્યંત શ્રેષ્ઠતાને સૂચવે છે અને “અક્ષર ધ્યાન”માંથી “અક્ષર–ધ્યાનમાં જવાની પ્રેરણું આપે છે કારણ કે તે પ્રત્યેક અક્ષર(વર્ણ)માં અનાહત નાદને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. તે નાદ જ વર્ગોને આત્મા છે; વર્ણો-અસર તેનું બાટા સ્વરૂપ છે. નાદને ઉત્પન્ન કરનાર પ્રાણ છે, જે શ્વાસોચ્છવાસ રૂપ છે.
આ રીતે “અનેક્ષર-મૃત” વન્યાત્મક છે. યોગશાસ્ત્રોમાં “અનાહત નાદથી ઓળખાતી આત્માની દિવ્ય શક્તિ પણ વનિ સ્વરૂપ છે, નાદરૂપ છે.
નાદાનુસંધાન દ્વારા આત્માનુસંધાનની સર્વ પ્રક્રિયાઓ પણ અનેક્ષર ધ્વનિ રૂપ હોવાથી તે સર્વને અન્તર્ભાવ “અનક્ષરદ્યુત'માં થઈ જાય છે. હઠાગ–પ્રદીપિકા'માં પણ લય પ્રાપ્તિના સવા કરોડ સાધનોમાં “નાદાનુસંધાન’ને મુખ્ય સાધન તરીકે વર્ણવ્યું છે.
કસિ નીચિં” – આ ગાથામાં નિર્દિષ્ટ શ્વાસ-ઉચ્છવાસ આદિ વ્યવહારમાં પણ સહુ કોઈને “અક્ષરબુત રૂપે અનુભવ સિદ્ધ છે.
કેટલીક વાર માણસ કઈ પણ શબ્દનો પ્રયોગ કરવાનું ટાળીને બંધ મેં ખુંખારો. ખાઈને કે હુંકાર કરીને પિતાની હાજરી છે, એ હકીકતને વ્યક્ત કરે છે. આવું વર્તન અનેક્ષર-શ્રુતના મહિમાને સૂચવે છે. “અક્ષર’ કરતાં વધુ શક્તિશાળી “અક્ષર છે આ એ હકીકત પુરવાર કરે છે.
(૩) “પરમાક્ષર વલયમાં “શ રિ હૈ જૈ ઈત્યાદિ એકવીસ અક્ષરોના ન્યાસ દ્વારા પરમપદે પ્રતિષ્ઠિત થયેલા પાંચ પરમેષ્ઠી ભગવંતનું સમરણ થાય છે
૧ થી ૮ સુધીના બાવન અક્ષરોમાંથી નવકાર-મંત્રની સંયોજનામાં વપરાયેલા અડસઠ અક્ષરો, એ સર્વશ્રેષ્ઠ અને સર્વ શ્રેયસ્કર અક્ષરો છે. જેમાં ચૌદ પૂર્વને સાર સમાયેલ છે. સર્વ મંત્ર, તંત્ર, યંત્ર અને વિદ્યાના બીજાક્ષરો છૂપાએલા છે.
વિશ્વમાં એવું કયું શુભ-તત્ત્વ છે કે જે નવકારમાં ન હોય? અર્થાત્ નવકારમાં ત્રિભુવન-ક્ષેમંકર સર્વ શુભ-ત છે જ.
વર્ણ-માતૃકાના બાવન અક્ષરોના શ્રેષ્ઠ સંજન રૂવ નવકારના અડસઠ અક્ષરો છે અને તેના જ સંક્ષિપ્ત સાર રૂપે પરમાક્ષર-વલય”માં નિર્દિષ્ટ એકવીસ અક્ષરો છે.
વર્ણવલીના સર્વ અક્ષરોમાં પરમ એટલે પ્રધાન-સર્વશ્રેષ્ઠ આ એકવીસ અક્ષરો છે કારણ કે તે પરમ-પદ-સ્થિત, લોકેામ પંચપરમેષ્ઠિના વાચક છે. આ એકવીસ અક્ષરોની સંજનામાં એકાક્ષરી, યક્ષરી વગેરે અનેક પ્રકારના મહાપ્રભાવિક મંત્રો છુપાયેલા છે.
જેમકે– એકાક્ષરી-પરમેષ્ઠીનું બીજ છે. પ્રણવ મહામંત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org