SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] ध्यानविचार-सविवेचन પ્રથમ “શુભાક્ષર વલયમાં થઈ ગયું હોવાથી ધ્યાનના શેષ બાવીસ ભેદને ન્યાસ આ પાંચમા વલયમાં કરવામાં આવે છે. વિવેચન –“માત્રા” ધ્યાનને યથાર્થ અભ્યાસ થઈ ગયા પછી “પરમમાત્રાનું દયાન સુગમ બને છે. “માત્રામાં સમવસરણસ્થિત તીર્થંકર પરમાત્મા સાથે અભેદભાવ પામેલા સ્વ-આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે, ત્યારે “પરમમાત્રામાં ચોવીસ વલયોના પરિવેષ્ટના દ્વારા તીર્થ સાથે અભેદભાવને પામેલ સ્વ–આત્માનું ધ્યાન કરવાનું હોય છે. તીર્થના મુખ્ય ત્રણ અર્થે છેઃ (૧) દ્વાદશાંગી, (૨) ચતુર્વિધ સંઘ અને (૩) પ્રથમ ગણધર આ ત્રણે પ્રકારના તીર્થની ઉત્પત્તિ, તીર્થંકર પરમાત્માની ધર્મ– દેશનાથી જ થાય છે. પરમમાત્રામાં નિર્દિષ્ટ વીસે વલમાં મુખ્યતવા શ્રુતજ્ઞાન દ્વાદશાંગ, ચતુર્વિધ સંધ, ગણધર ભગવંત, તીર્થકર ભગવંતો, તેમનાં માતાપિતા તથા તીર્થરક્ષક અધિષ્ઠાયક યક્ષયક્ષિણ. તીર્થંકર પરમાત્માના પંચકલ્યાણક આદિ પ્રસંગે અપૂર્વ ભક્તિ કરનારા ભક્તાત્મા ૬૪ ઈને, ૫૬ દિફકુમારીએ તથા સ્થાવર જંગમ તીર્થો વગેરેને ન્યાસ (સ્થાપના), ચિંતન અને ધ્યાન કરવાનું વિધાન છે અને તે બધાં જ જિનશાસનનાં અંગભૂત છે. ધ્યાનની આ પ્રક્રિયાઓ જેટલી મહત્વપૂર્ણ અને ઉપયોગી છે, તેટલી જ અર્થગંભીર પણ છે. ગીતા, અનુભવજ્ઞાની મહાપુરુષો જ એનાં વાસ્તવિક રહસ્ય ઉકેલી શકે તેમ છે, તેમ છતાં એ મહાપુના અનુગ્રહના પ્રભાવે, સ્વ-ક્ષપશમ અનુસાર તેને સમજવા આ સ્વલ્પ પ્રયાસ છે. અક્ષર ન્યાસની મહત્તા – પ્રત્યેક ધ્યાન-પ્રક્રિયામાં “અક્ષર-ન્યાસની સર્વ પ્રથમ અગત્ય દર્શાવી છે, તે હેતુસર પ્રસ્તુતમાં પણ પ્રથમનાં પાંચ વલમાં “અક્ષરન્યાસનું જ વિધાન કરવામાં આવ્યું છે. (૧) પ્રથમ “શુભાક્ષર–વલય માં આજ્ઞાવિચય આદિ ચાર પ્રકારનાં ધર્મ–ધ્યાનમાં અને પ્રથમ શુક્લ-ધ્યાનના વાચક તેત્રીસ અક્ષરને ન્યાસ કરવાનું કહ્યું છે. તેના દ્વારા દ્વાદશાંગી (શ્રુતજ્ઞાન) રૂ૫ તીર્થનું મરણ થાય છે.* દ્વાદશાંગી એ જિનરાજની આજ્ઞા છે અને તેને સારુ ધ્યાન છે. આજ્ઞાવિચય' આદિ અક્ષરના ન્યાસ દ્વારા આજ્ઞાનું સ્મરણ-ચિંતન થતું હોવાથી આપણું ઉપર તેના દ્વારા થયેલા અનહદ ઉપકારે પ્રતિ કૃતજ્ઞભાવ પ્રગટ થાય છે. આજ્ઞાવિચય આદિ તેત્રીસ અક્ષરો-એ શુભ-ધ્યાનના વાચક હોવાથી શુભ હોય છે, તેથી તેને “શુભાક્ષર કહેવામાં આવે છે. * તિર્થ પુur asavછે સમાણ ઘટમાળ વા -લલિતવિસ્તર” ૫.૭૬. તીર્થને સંસારસરે તેનેજર તીર્થ, તણ ઘરવાડા: ચતુઃ સર, પ્રથHTTધરો વા | -પ્રવચન દશાગ. x तस्मात् सर्वस्य सारोऽस्य द्वादशाङ्गस्य सुन्दरः । भ्यानयोगः परं शुद्धः स हि साध्यो मुमुक्षुणा ।। –૩વનિતિમાઘવજ્ઞાથા; p. ૮ , કો. ૭૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001519
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1990
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Dhyan, Yoga, & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy