________________
૮૮ ]
ध्यानविचार-सविवेचन “લવ થાનમાં થતું કર્મોનું લવન – વિચ્છેદન અલ્પ પ્રમાણમાં હોય છે અને પરમ લવ ધ્યાનમાં ઉપશમ-શ્રેણિ દ્વારા થતું કર્મ-લવન-કર્મ-નિર્જરા વિપુલ પ્રમાણમાં હોય છે અને ક્ષાપક-શ્રેણિમાં કર્મને મૂળથી ક્ષય થાય છે.
ઉપશમમાં મેહનીયની પ્રકૃતિઓને ઉપશાન્ત કરવામાં એટલે કે થોડા સમય પૂરતી તદ્દન દબાવી દેવામાં આવે છે અને ક્ષયમાં આઠે કર્મની પ્રકૃતિઓને મૂળથી નાશ કરવામાં આવે છે. જ્યારે ક્ષયે પશમમાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતકર્મોને ક્ષયોપશમ કરવામાં આવે છે અર્થાત્ ઉદિત કર્ભાશને ક્ષય અને અનુદિત કમિશનો ઉપશમ કરવામાં આવે છે.
ઉપશમ અને ક્ષયોપશમ–બંને વચ્ચે તફાવત એટલો જ છે કે ક્ષયોપશમમાં કર્મોને પ્રદેશોદય ચાલુ હોય છે, જ્યારે ઉપશમમાં તે પણ ન હોવાથી, તેની વિશુદ્ધિ ક્ષયપશમ કરતાં અધિક હોય છે.
આ રીતે આ લવ–પરમ લવ ધ્યાન કે તેની પૂર્વના કે પછીના ધ્યાનના સર્વ પ્રકારે એ કર્મોના ક્ષય-ક્ષપશમના કે આત્મવિશુદ્ધિના જ દ્યોતક બની રહે છે.
લવ’માં ક્ષયે પશમનભાવને ઉત્પન્ન કરનારા ધ્યાનને સંગ્રહ થયેલો છે.
તે ધ્યાનોની વિશુદ્ધિ કે સામર્થ્ય આદિનું સ્વરૂપ, ગુણ-સ્થાનક વગેરેના કમથી સમજવા માટે “ગુણસ્થાન ક્રમારોહ' આદિ ગ્રન્થનું ગુરુગમ દ્વારા અવગાહન કરવું જોઈએ.
(૧૯) માત્રાધ્યાન મૂળપાઠ-માત્રા-થત પારા-રિકા भावतः समवसरणान्तर्गतं सिंहासनोपविष्टं देशनां कुर्वाणं तीर्थंकरममिवात्मानं જાતિ / ૨૨ /
અર્થ:–ઉપકરણદિને જે પરિછેદ – મર્યાદા તે “દ્રવ્યથી માત્રા” છે.
સમવસરણની અંદર સિંહાસન ઉપર બિરાજીને દેશના આપતા તીર્થંકર પરમાત્માની જેમ પિતાના આત્માને જે, તે “ભાવથી માત્રા” છે.
વિવેચનઃ-દ્રવ્ય માત્રામાં ઉપકરણદિને પરિચ્છેદ એટલે કે ભોજન, પાણી, વસ્ત્ર વગેરેની મર્યાદા જાણવી. તે જાણવાથી પિતાને યોગ્ય-પ્રમાણપત આહારાદિ કરવાથી દ્રવ્ય અને ભાવ આરોગ્યની વૃદ્ધિ થાય છે. તેમજ મર્યાદિત ઉપકરણે રાખવાથી સંયમમાં સહાય મળે છે.
આ બધી મર્યાદા દ્રવ્ય અર્થાત બા–વસ્તુને આશ્રયીને હેવાથી તેને દ્રવ્ય માત્રા' કહેવાય છે અને જ્યારે સાધક પિતાના આત્માને સમવસરણમાં રત્નજડિત સુવર્ણમય સિંહાસન ઉપર બિરાજમાન થઈને બાર પર્વદા સમક્ષ ધર્મદેશના આપતા તીર્થંકર પરમાત્મા સદશ જુએ છે એટલે કે તત્વ રૂપે પિતાના આત્માનું ધ્યાન કરે છે ત્યારે તે ધ્યાનને “માત્રાધ્યાન' કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org