________________
ध्यानविचार-सविवेचन આ માત્રા દયાનમાં તીર્થકરવત સ્વ–આત્માને જોવાથી, ધ્યાવવાથી એક વિશિષ્ટ પ્રકારની માત્રા-મર્યાદા નિશ્ચિત થાય છે કે “હું તીર્થકર છું; દેવ નારકી કે તિર્યંચ નહિ, સામાન્ય મનુષ્ય પણ નહિ.
આવી ભાવાત્મક મર્યાદાને નિશ્ચય, આ ધ્યાનમાં થતું હોવાથી તેને “માત્રાધ્યાન” કહેવામાં આવે છે એમ સમજી શકાય છે. તેમાં વિશુદ્ધધ્યાનની પ્રધાનતા હોવાથી તે ભાવથી માત્રા” છે.
ધ્યાનની આ ભૂમિકા “રૂપસ્થ (સાલંબન) ધ્યાનને સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રાપ્ત થાય છે. રૂપસ્થ ધ્યાન એ “સાલંબન ધ્યાન છે –
યેગશાસ્ત્રના નવમા પ્રકાશમાં પ્રથમ તીર્થંકર પરમાત્માના અષ્ટમહાપ્રાતિહાર્ય આદિના ચિંતન દ્વારા, પરમાત્માની અચિન્ય રૂપસંપત્તિને આશ્રયીને “રૂપસ્થ ધ્યાન” બતાવ્યું છે. ત્યાર પછી આ ધ્યાનના સતત અભ્યાસથી પરમાત્મામાં તન્મય બનેલે સાધક પિતાના આત્માને પણ સર્વજ્ઞ રૂપે જુએ છે એટલે કે “આ જે સર્વજ્ઞ ભગવાન છે, તે ખરેખર હું જ છુ”- “1 viા – એવી તન્મયતાને અનુભવતે યેગી પિતાને સર્વ માને છે એવી અભેદ-ભૂમિકાનો નિર્દેશ કર્યો છે. | સર્વ પ્રથમ સમવસરણસ્થિત સાતિશય તીર્થંકર પરમાત્માનું ધ્યાન વારંવાર કરવા પૂર્વક તેમાં તમયતા પ્રાપ્ત કરીને પછી સાધક પોતાને પણ અરિહંત પરમાત્મા સ્વરૂપે જુએ – ધ્યાવે, તે જ તેને ધ્યાનની વાસ્તવિક સિદ્ધિ મળે છે.
જ્યારે આપણે હંસ રૂપી અત્તરાત્મા પરમાત્મામાં ચિદરૂપ – તન્મય થાય છે, ત્યારે તે પરમહંસ સ્વરૂપ નિર્વાણપદને પામે છે. જે
જે પરમાત્માને અર્થાત્ તેમના આલંબનને બાજુએ રાખી, સીધે જ “હું શુદ્ધ, બુદ્ધ આત્મા છું – એમ માની પોતાના આત્માનું જ ધ્યાન કરે છે, તે તે ઉભય–ભ્રષ્ટ થાય છે. શુદ્ધિ અને સિદ્ધિ બન્નેથી વંચિત રહે છે.
કહ્યું પણ છે કે—-“નિર્મળ ફટિક, રત્ન તુલ્ય શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનાશથી વારંવાર ‘તોડ – “રોઝ” નો સહજ જાપ કરતે સાધક, પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા અનુભવે. પછી નરાગી, અષી, સર્વજ્ઞ, સર્વદશી, દેવ-દેવેન્દ્રોથી પૂજિત, સમવસરણમાં ધર્મદેશના કરતા એવા પરમાત્મા સાથે અભેદ–ભાવને પામેલા.
* स्वहसमंतरात्मानं चिद्र परमात्मनि ।
योजयेत् परमे हंसे निर्वाणपदमाश्रिते ॥
-પોngી; કો. ૪૬.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org