________________
ध्यान विचार - सविवेचन
[ ૪૨
આ મહાન ધ્યાન-સિદ્ધિના પ્રભાવે હારા હાથી પ્રમાણ શાહીથી લખી શકાય એવાં વિશાળકાય ‘ચૌદ પૂર્યાં’ના સ્વાધ્યાય પશુ માત્ર અંતર્મુહૃત-મેધડી જેટલા અલ્પ સમયમાં કરી શકાય તેવા અદ્ભુત ક્ષયાપશમ ઊઘડે છે, એટલું જ નહી. પશુ સિદ્ધિ અને સમાધિની સર્વોચ્ચ કક્ષાએ પણ આ કલા અને પરમકલાના દીધ ક!લીત અભ્યાસથી સહજમાં પ્રાપ્ત થાય છે.
‘યોગ પ્રદીપિકા' આદિ ગ્રન્થમાં બતાવેલી હુઢયાગની આસન, પ્રાણાયામાદિ પ્રક્રિયાઓ દ્વારા ષટ્ચઢ્ઢાનુ` ભેદન થવાથી કુંડલિનીનુ ઉત્થાન થાય છે. કલા એ કુ‘ડલિનીરૂપ હેાવાથી કલા-ધ્યાન સાથે તેનેા સબંધ છે કેમકે કલાધ્યાન અને તેની સિદ્ધિ, ચક્રભેદન અને કુંડલિનીના ઉત્થાન (પ્રાણવાયુના ઊર્ધ્વગમન) વિના થતી નથી.
રાજયોગની જે પદ્ધતિ છે તે યાગની પદ્ધતિ કરતાં સાધક માટે અનેક અપેક્ષાએ સરળ છે. રાજયોગમાં ભક્તિ, જ્ઞાન અને કર્મીયોગ દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે, જયારે હુયોગમાં શારીરિક શ્રમ વિશેષ કરવા પડે છે.
રાજયોગની પદ્ધતિ પ્રમાણે ઇશ્વરપ્રણિધાન, જાપ અને સૂત્ર સ્વાધ્યાય દ્વારા પ્રાણશક્તિ ઉપર સહજ રીતે કાબૂ આવે છે, જ્યારે યાગમાં પ્રાણાયામ કે આસનાદિ દ્વારા પ્રાણુ-નિયમન કરવાનું વિધાન છે. આ પ્રક્રિયા દ્વારા મન વશવતી ખતવાને બદલે ચંચળ અને ક્લિષ્ટ બની જાય એવી શકયતા વિશેષ પ્રમાણમાં છે.
જ્યારે રાજયાગની પ્રક્રિયામાં પ્રાણ–નિયમન કરતાં મનેાજય તરફ લક્ષ્ય વિશેષ હોવાથી તેમાં શારીરિક શ્રમ અલ્પ હોય છે અને મનને સ્થિર તેમજ નિર્મળ ખનાવવા માટે ઈશ્વર-પ્રણિધાન, જાપ આદિના સરળ ઉપાયે વિશેષપણે આદરવામાં આવે છે, જેથી મન ધીમે ધીમે નિર્મળ અને શાન્ત બનતુ જાય છે.
જયાં મન જાય ત્યાં પ્રાણ જાય, જ્યાં પ્રાણ જાય ત્યાં મન જાય-આવે! અભિન્ન સંબધ મત અને પ્રાણુ વચ્ચે છે, એટલે એકને જીતવાથી ખીજો સહજ રીતે જીતાઈ જાય છે. માટે જ સાયા મુમુક્ષુ સાધકા હઠયોગની સાધના કરતાં રાજયાગની સાધનાતે જ પોતાના જીવનમાં અધિકતર માત અને સ્થાન આપે છે.
‘ગુણસ્થાન મારેહ'માં કહ્યું છે કે ઃ— ઉપરોક્ત રીતે ‘ક્ષપક શ્રેણિ’ ઉપર આરાહણ કરતી વખતે જે પ્રાણાયામનુ વર્ણન કરવામાં આવ્યું છે, તે રૂઢિમાત્ર છે. મુખ્યતયા તા ક્ષપક-સાધકના સુવિશુદ્ધભાવ એ જ ‘ક્ષપક-શ્રેણિના મૂળભૂત હેતુ છે અર્થાત પ્રાણાયામ આદિ હયાગની પ્રક્રિયાએ આછાય લીધા વિના પણુ વિશુદ્ધ અને પ્રખળ ધ્યાન-શક્તિના પ્રાદુર્ભાવ ક્ષેપક-શ્રેણિવાળા સાધકને
થઈ શકે છે.
આગળ બતાવવામાં આવશે તે નાદ, પરમનાદ, બિન્દુ, પરમબિન્દુ વગેરે ધ્યાન પણ પ્રાણશક્તિની વિશિષ્ટ અવસ્થા છે. નાદ, બિન્દુ અને કળા-એ ત્રણે પ્રાણશક્તિ(આત્મવીય)ની વિકસિત ભૂમિકા છે. આત્મવીયના તારતમ્યને લઈને ધ્યાનની જુદી-જુદી કક્ષાએ પડે છે.
* પ્રાળાયામમ-પ્રૌઢી, અત્ર યેય શિતા ।
क्षपकस्य यतेः श्रेण्यारोहे भावो हि कारणम् ॥
૭
Jain Education International
—ગુસ્થાનમારોહ ; ો, ૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org