________________
-
૩૪ ]
ध्यानविचार-सविवेचन (૨) વિપરિણુંમાનુપ્રેક્ષા-એટલે કે પદાર્થોનું પ્રતિક્ષણ વિવિધરૂપે પરિણમન થાય છે તેનું યથાર્થ પણે ચિતન કરવું.
(૩) અશુભાનુપ્રેક્ષા–એટલે કે રાગદ્વેષાત્મક સંસારની અશુભતાને અસારતાને સમ્યક પ્રકારે વિચાર કરવો.
(૪) અપાયાનુપ્રેક્ષા–એટલે કે હિંસા આદિ આસવ કારોથી થતા ભયંકર અનર્થોને યથાર્થ રીતે વિચાર કર.
આ ચારે પ્રકારની અનુપ્રેક્ષામાં મન પરોવાયેલું રહે છે તે ધ્યાન તરત લાગુ પડે છે. યાતવ્ય-યાતવ્ય એટલે જેનું ધ્યાન કરવાનું હોય તે ધ્યેય.
અહીં શુકલધ્યાનની વાત ચાલે છે, એટલે તેનું ધ્યેય વિચારવું રહ્યું; તે આ પ્રમાણે છે –
આત્માદિ દ્રવ્યોમાં ઉત્પાદ, વ્યય, બ્રોવ્યાદિ પર્યાનું વિવિઘનય-દ્રવ્યાસ્તિક નયાદિવડે પૂર્વગત શ્રુતના આધારે ચિંતન કરવું એ શુધ્યાનનું ધ્યેય છે.
આ ધ્યાનના ચાર પ્રકાર છે જે ચાર પાયા તરીકે પ્રસિદ્ધ છે. પહેલો પાયો યાને પ્રથમ શુકલધ્યાન –
પૃથકવ-વિતર્ક–સવિચાર–એ પ્રથમ શુક્લધ્યાન અર્થાત શુક્લધ્યાનનો પહેલે પાય છે.
“પૃથક-વિતર્ક–સવિચાર એટલે શું ? પૃથફ” એટલે ભેદથી કે વિસ્તારથી, “વિતર્ક' એટલે શ્રુતજ્ઞાનનું વિશિષ્ટ પ્રકારે ચિંતન અને
વિચાર” એટલે અર્થ શબ્દ અને યોગમાં સંક્રમણ થવું તે. આ ત્રણે ય લક્ષણ યુક્ત હોય તે પ્રથમ શુકલધ્યાન છે. હવે આ ત્રણે ય લક્ષણને કંઈક વિસ્તારથી વિચારીએઃ
પૃથકૃત્વ –જેમાં વિસ્તારથી (ભેદથી) જીવ કે પુદગલ આદિ દ્રવ્યોના ઉત્પાદ, વ્યય અને બ્રોવ્યાદિ પર્યાયો કે અમૂર્તાદિ પર્યાનું એકાગ્રચિત્તે ચિતન કરવામાં આવે તેને “પૃથકત્વ” કહે છે.
અથવા તે શ્રુતજ્ઞાનના આધારે એક દ્રવ્યથી દ્રવ્યાંતરમાં, એક ગુણથી ગુણાંતરમાં અને એક પર્યાયથી પર્યાયાંતરમાં ચિતન થાય તે પણ “પૃથકૃત્વ' છે. ઉદ્દે
એ સહભાવી હોય તે “ગુણ' કહેવાય છે અને ક્રમભાવીને “પર્યાય' કહેવાય છે અને જે ગુણ પર્યાયથી યુક્ત હોય તેને “દ્રવ્ય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org