________________
ध्यानविचार-सविवेचन
[ રૂલ વિતર્ક-જે ધ્યાનમાં રવ-શુદ્ધમાનુભવરૂ૫ ભાવકૃતના આલંબનથી ઉત્પન્ન થયેલ આન્તજલપાત્મક (અંતરંગ ધવનિરૂ૫) વિતર્ક હોય તે વિતર્ક” કહેવાય છે.
સવિચાર-જે ધ્યાનમાં એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં તથા એક યોગથી બીજા રોગમાં સંક્રમણ થતું હોય તે “સવિચાર” કહેવાય છે.”
અહીં “અર્થ તે દ્રવ્યરૂપ છે. “શબ્દ એ અક્ષરનામ સ્વરૂપ છે અને યોગ એ મનવચન કાયારૂપ છે. તેમાં પરસ્પર સંક્રમણ થાય છે એટલે કે ધ્યાનનો ઉપયોગ બદલાતે રહે છે, તે શુ ધ્યાનને પ્રથમ પ્રકાર છે.
જો કે આ સ્થાન પ્રતિપાતી છે, તેમ છતાં વિશુદ્ધ હોવાથી ઉત્તરોત્તર વિશુદ્ધતર ધ્યાન(ઉત્તર ગુણસ્થાનક)નું સાધક બને છે.
આ રીતે ધર્મધ્યાનના આજ્ઞાવિયાદિ ભેદના સતત અભ્યાસથી જ પરમ-ધ્યાન પ્રગટે છે, માટે તેને જ અહીં શુકલધ્યાનના પ્રથમ પ્રકારરૂપે ગણાવ્યું છે.
શુકલધ્યાનને આંશિક સ્વાદ - “દ્રવ્યાદિક ચિતા સાર, શુક્લધ્યાનને લહએ પાર.”
“આત્મદ્રવ્ય ગુણ-પર્યાયની ભેદની ચિતાએ શુક્લધ્યાનનો પ્રથમ ભેદ હોય અને તેહની અભેદ ચિતાએ દ્વિતીય ભેદ હોય તથા શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયની ભાવનાએ “સિદ્ધ સમાપત્તિ' હોય, તે તે શુક્લધ્યાનનું ફળ છે.
प्रवचनसारेऽप्युक्तम्जो जाणदि अरिहंत दव्वत्त गुणत्त पजवत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु तस्स जादि लयं ।।१।८।।+
તે માટે એક જ દ્રવ્યાનુયોગ આદરો, પણ સદ્દગુરુ વિના સ્વમતિ કલ્પનાએ ભૂલા ન ફિરસ્યા.”
પૂજ્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સ્વરચિત “દવ્યગુણ પર્યાયરામાં ઉપરોક્ત જે વસ્તુ જણાવી છે તે અત્યંત મહત્ત્વપૂર્ણ અને માર્મિક છે. તેમાંથી વર્તમાન
८. सवितर्क सविचारं सपृथक्त्वमुदाहृतम् । त्रियोगयोगिनः साधोराय शुक्लं सुनिर्मलम् ।। श्रुतचिन्ता वितर्कः स्यात् विचार: संक्रमो मतः । पृथक्त्वं स्यादनेकत्वं भवत्येतत्त्रयात्मकम् ॥
-ગુણસ્થાન મારોહ, સ્ટો. ૬૦-૬ + પ્રવચનસાર”માં કહ્યું છે કે જે સાધક અરિહંત પરમાત્માને દ્રવ્ય-ગુણ અને પર્યાયવડે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેને મોહ ક્ષય પામી જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org