________________
: [ ૩૩
ध्यानविचार-सविवेचन શુક્લધ્યાનના ધ્યાતાને તે ધ્યાન સિદ્ધ કરવા માટે વિશેષ પુરુષાર્થ કરવો પડે છે, તેમાં મુખ્યતયા સર્વગુણના આધારભૂત સત્વગુણને આશ્રય લેવાનું હોય છે કારણ કે શુક્લધ્યાન એ નિરાલંબન, નિરાકાર અને સદા આનંદમય સ્વરૂપવાળું છે. તે ધ્યાનરૂપી મહેલને ટકાવી રાખવા સત્વ એ સ્તંભના સ્થાને છે.
એ સત્તની વાસ્તવિક ખીલવણી માટે જે ચાર આલંબન અને ચાર અનુપ્રેક્ષાઓ વગેરે ભગવતી સૂત્રમાં ૪ દર્શાવી છે તે નીચે મુજબ છે :
શુકલધ્યાનનાં ચાર આલંબનો - (૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉત્તમ મૃદુતા, (૩) ઉત્તમ આર્જવ અને (૪) ઉત્તમ સંતોષ.
જેનામાં આવા ઉત્તમ પ્રકારની ક્ષમા વગેરે હોય છે તે શુકલધ્યાનના અધિકારી ગણાય છે.
મતલબ કે જેઓ ખમવામાં મહા શૂરવીર હોય છે, પુષ્પથી યે વધુ મૃદુ હૃદયવાળા હોય છે, પાણી જેવા પારદર્શક હોય છે અને સહજ રીતે મળતી સામગ્રીથી સંતોષને અનુભવ કરનારા હોય છે તેઓ શુકલધ્યાનના અધિકારી ગણાય છે.
શુકલધ્યાનનાં ચાર લક્ષણોઃ(૧) અવ્યથા–દેવાદિકૃત ઉપસર્ગોમાં પણ વ્યથાનો અભાવ હેય.
(૨) અસમેહ-દેવાવિકૃત માયાજાળ કે સિદ્ધાન્તિક સૂક્ષમ પદાર્થ વિષયક સંમેહમૂઢતાને અભાવ હેય.
(૩) વિવેક–દથી આત્માની ભિન્નતાનું ભાન હોય. (૪) વ્યુત્સ-નિઃસંદેહપણે દેહ અને ઉપાધિને ત્યાગ કરે. શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ –
શુકલધ્યાનની વ્યથાન અવસ્થામાં ચાર પ્રકારની અનુપ્રેક્ષાને ઉપયોગ કરાય છે, જેના દ્વારા ધ્યાતાને અંતરંગ પરિણામ જળવાય છે તેમજ ધ્યાનની ઘારાને પ્રવાહ અખંડ રહે છે.
(૧) અનંતવૃત્તિતા અનુપ્રેક્ષા –એટલે કે આત્માની અનંતકાળથી અવિચ્છિનપણે ચાલી આવતી ભવ–પરંપરાને સમ્યક પ્રકારે વિચાર કરવો.
...
રાય
૪ ચત્તાસ્ટિકવળા-વૅરી-મુન્ન-મન-માં | चत्तारि आलंषणा-अव्वहे-असंमोहे-विवेगे-विउस्सग्गे । चत्तारि अणुप्पेहाओ-अणंत वत्तियाणुप्पेहाવિદgrrrrદા--મકુમgeme–મવાથrger
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org