________________
સપ્તમ અધ્યાય
आत्मायत्तं निराबाधमतीन्द्रियमनश्वरम् । घातिकर्मक्षयोद्भूतं यत्तन्मोक्षसुखं विदुः ॥ १२॥२४२॥
જે સ્વાધીન, વ્યાબાધારહિત, અતીન્દ્રિય, અવિનાશી અને ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું છે, તેને જ્ઞાની પુરુષો મોક્ષસુખ કહે છે. તે ૧૨ મે ૨૪ર
यत्तु सांसारिकं सौख्यं रागात्मकमशाश्वतम् । स्वपरद्रव्यसम्भूतं तृष्णासंतापकारणम् ।।१३॥ २४३ ।। मोह-द्रोह-मद-क्रोध माया-लोभनिवन्धनम् । दुःखकारणबन्धस्य हेतुत्वादःखमेव तत् ॥ १४ ॥२४४॥
જે સાંસારિક સુખ છે તે તો રાગાત્મક, ક્ષણભંગુર, સ્વ અને પરદ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થયેલું, તૃષ્ણ અને સંતાપનું કારણ અને મોહ, દ્રોહ, મદ, કોધ, માયા, લોભ વગેરેનો હેતુ છે. (એ રીતે) તે દુઃખના કારણભૂત બંધનો હેતુ હોવાથી દુઃખ જ છે. + ૧૩-૧૪ મે ૨૪૩-૨૪૪ /
तन्मोहस्य माहात्म्यं विषयेभ्योऽपि यत्सुखम् । यत्पटोलमपि स्वादु श्लेष्मणस्तद्विजृम्भितम् ॥ १५॥ २४५।।
તે તો મોહનો જ મહિમા (પ્રભાવ) છે કે જેથી વિષયોથી પણું સુખ ભાસે છે. એ મહિમા તો લેમ્પના પ્રભાવ જેવો છે કે જેથી કડવું કરેલું પણ સ્વાદિષ્ટ લાગે છે. / ૧પ | ૨૪૫.
यदत्र चक्रिणां सौख्यं यच्च स्वर्ग दिवौकसाम् । कलयाऽपि न तत्तुल्यं सुखस्य परमात्मनाम् ॥१६॥२४६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org