________________
પ્રથમ અધ્યાય
બંધનું કાર્ય बन्धस्य कार्यः (य) संसारः, सर्वदुःखप्रदोऽङ्गिनाम् । द्रव्यक्षेत्रादिभेदेन, स चानेकविधः स्मृतः ॥७॥
બંધનું કાર્ય (ફળ) પ્રાણીઓને સર્વપ્રકારનાં દુઃખ આપનારો સંસાર છે. અને તે દ્રવ્યસંસાર, ક્ષેત્રસંસાર વગેરે ભેદોથી અનેક પ્રકારનો કહેલો છે. ૭ |
બંધના હેતુઓ स्युमिथ्यादर्शनज्ञानचारित्राणि समासतः । बन्धस्य हेतवोऽन्यस्तु, त्रयाणामेव विस्तरः ॥८॥
સંક્ષેપમાં મિથ્યાદર્શન, મિયાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ બન્ધના હેતુઓ છે. અન્ય હેતુસમુદાય તો એ ત્રણનો જ વિસ્તાર છે. ૮
મિથ્યાદર્શનની વ્યાખ્યા अन्यथाऽवस्थितेष्वर्थेष्वन्यथैव रुचिर्नृणाम् । दृष्टिमोहोदयान्मोहो, मिथ्यादर्शनमुच्यते ॥ ९॥
દર્શનમોહનીય કર્મના ઉદયથી, પદાર્થો જે રૂપે રહેલા છે તેમાં તેથી અન્ય પ્રકારની રુચિરૂપ થતી મૂઢતાને મિથ્યાદર્શન કહેવાય છે. ૯
મિથ્યાજ્ઞાનની વ્યાખ્યા शानावृत्युदयादर्थेष्वन्यथाऽधिगमो भ्रमः । अशानं संशयश्चेति, मिथ्याज्ञानमिह त्रिधा ॥ १०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org