________________
[૬] પહોળાઈ સહજ ઓછી હોવાથી ૬ પંક્તિમાં અને બીજામાં ૮ પંક્તિને સમાવેશ છે. કેટલાંક પત્રમાં ૭મી, ૮મી પંક્તિ સ્થલસંકોચને લીધે અધ અધી ઉપર-નીચે સમાવેલી છે. - તેમાં પ્રત્યેક પંક્તિમાં પ્રાયઃ ૫૨ થી ૫૪ અક્ષરે સમાવ્યા છે. ચારે બાજુ થોડી થોડી જગ્યા ખાલી રાખેલી છે. પત્રમાં વચ્ચે દોરો પાવી શકાય માટે એકૈક છિદ્ર કરેલ છે, પરંતુ હાલમાં તે દેરાથી પરેલ નથી, તેમ જ તાડપત્રીય પોથીમાં આગળ-પાછળ બન્ને બાજુ હોય છે, તેવી લાકડાની પટ્ટીઓ સાથે નથી, પરંતુ સાદા કાગળથી વેષ્ટિત છે. કેટલાંક પત્રમાં છિદ્રની આસપાસ કમલ(પત્ર ૧૬), સ્વસ્તિક (પત્ર ૧૭) વગેરે મંગલ કલાકૃતિ પણ આલેખેલી છે. આ પ્રતિને નં. ૧૧૨૧ની તેવા માપની બીજી પેથી સાથે રાખેલી છે.
આ પ્રતિનાં પ્રારંભનાં થોડાં પાનાં કિનારથી ખંડિત થઈ ગયાં હોવાથી કેટલેક અક્ષરવાળો ભાગ પણ ગયેલ છે. પ્રથમનાં ૩ પત્રની કિનાર ૧ ઈંચ જેટલી ખંડિત છે, પહેલા પાનાના બે કકડાને પારદર્શક કાગળથી જોડવામાં આવેલ છે અને જીર્ણ શીર્ણ કિનારાના અક્ષરેને જોડેલી કાગળ-કાપલી ઉપર ઉતારેલ છે.
પ્રાચીન જ્ઞાન–ધનના મહાન સંરક્ષક, સંગ્રાહક સગત પ્રવર્તકજી શ્રીકાંતિવિજયજી મહારાજના સાહિત્ય–સંશોધક વિદ્વાન શિષ્યરત્ન સ્વ. ચતુરવિજયજી મહારાજની જન્મભૂમિ છાણ હેઈ, તેમના સ્તુત્ય પ્રયત્નથી આ પ્રતિ આવી રીતે ત્યાં સુરક્ષિત છે. તેમના શિષ્યરત્ન વિદુવર્ય પુણ્યવિજયજી મહારાજ પણ ગુરુવર્યોના સાહિત્ય-સંશોધન
સંરક્ષણના પુણ્યકાર્યમાં સહકાર આપતા આવ્યા છે. વડોદરા, છાણ, લિંબડી, જામનગર, પાટણ, ખંભાત, જેસલમેર, અમદાવાદ આદિસ્થાના પ્રાચીન જ્ઞાન(ગ્રંથ)–ભંડારની રક્ષા–સુવ્યવસ્થા સાથે શતાધિક પ્રાચીન ગ્રંથ-રત્નનું સંપાદન–પ્રકાશનનું પ્રશંસનીય કાર્ય એ ત્રિપુટી ગુરુ-શિષ્યપશિના આજીવન પ્રયત્નને આભારી છે–એમ પ્રાસંગિક કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org