________________
[ ૭ ] –પ્રસ્તુત તાડપત્રીય પ્રતિ આ ગ્રંથ-પ્રકાશન–સદુપયોગ માટે ધીરવા માટે ઉપયુક્ત આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને, તથા છાણું–જૈન જ્ઞાનમંદિરના વ્યવસ્થાપક, શાંતિસ્નાત્ર, પ્રતિષ્ઠા–વિધિ આદિ ક્રિયાના વિધિજ્ઞ શાહ સેમચંદભાઈ હરગોવિંદદાસને આ સંસ્થા આભાર માને છે.
–આ પ્રતિના અંતમાં લેખન–સંવત , લખાવનાર કે લખનાર સંબંધમાં કોઈ પ્રશસ્તિ, પુપિકા કે માહિતી જોવામાં આવતી નથી, તેમ છતાં તેની બીજી પ્રતિ સાથે સરખાવતાં આ પ્રતિ અનુમાનથી સાતસો વર્ષો જેટલી પ્રાચીન જણાય છે. વિક્રમની ચૌદમી સદીમાં થયેલા પ્રભાવક શ્રીજિનપ્રભસૂરિએ દેવાધિદેવ-પૂજાવિધિમાં આ પ્રતિને ઉપયોગ કર્યો હશે તેવી કપના થાય છે, કારણ કે તેમાં સૂચવેલ પદ્યો આ ગ્રંથમાંનાં છે, તે અહિં પરિશિષ્ટ [૫) જેવાથી જણાશે. વિશેષમાં, આ પ્રતિમાં પત્રની બીજી બાજુ ડાબી તરફ જે અંક–સંખ્યા સાંકેતિક વિલક્ષણ લિપિમાં દર્શાવી છે, તે પણ તેની તેવી પ્રાચીનતા સૂચવે છે. તેમાં ૪ અંક માટે ઇ, ૫ માટે , ૬ માટે , ૭ માટે , ૮ માટે , ૯ માટે છે, ૧૦ માટે જૂ, ૧૧ માટે રૂં, ૧૪ માટે ૧૫ માટે ૧૬ માટે શું , ૧૭ માટે શું , ૧૮ માટે નું , ૧૯ માટે છે ૨૦ માટે (ક) ૨૧ માટે તથા ૮૭ માટે ચિહ્ન દર્શાવેલ છે. યથાયોગ્ય દર્શાવવા માટે તેવા ટાઈપ મળવા મુશ્કેલ છે, તેમ છતાં સામાન્ય ખ્યાલ માટે આવાં ચિહન દર્શાવ્યાં છે.
G,2,G,
લેખકની શૈલી સામાન્ય રીતે સંસ્કૃત શબ્દોમાં પંચમ અક્ષર- અનુનાસિકને બદલે અનુસ્વાર દર્શાવવાની છે, તેમ જ અંતના ને બદલે અનુસ્વાર લખવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
For Pin
www.jainelibrary.org