SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ હું પ્રસ્તાવના શું આજથી ૧૧ વર્ષો પહેલાં—વિ. સં. ૨૦૦૯માં આ સંસ્થા તરફથી પ્રકાશિત પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધટીકાના ત્રીજા ભાગમાં નિવેદન [પૃ. ૧૧ ]માં જણાવવામાં આવ્યું હતું કે “જિનાભિષેક' નામનું એક બીજું પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. પ્રસ્તુત પુસ્તક દસકા પછી હાલમાં પ્રકાશિત થઇ જિજ્ઞાસુઓના દર-કમલમાં સાદર થાય છે–એથી પણ વાચકેને પ્રસન્નતા થશે. “ સિ વિજ્ઞાન” એ અનુભવી વચનની આમાં પ્રતીતિ થાય છે. કાલ–પરિપાક થતાં વર્ષોનો સંક૯૫ સિદ્ધ થાય છે–એથી આનંદ થાય-એ સ્વાભાવિક છે. તાડપત્રીય પ્રતિ–પરિચય આ ગ્રંથમાં એક જ વિષયની છતાં જૂદી જૂદી શૈલીથી રચાયેલી, હજાર વર્ષથી અધિક પ્રાચીન પ્રાકૃત, સંસ્કૃત બે કૃતિઓને સંયુક્ત કરી મૂકવામાં આવી છે, તે સાત વર્ષ જેટલી જૂની જણાતી જીર્ણ-શીર્ણ થતાં સભાગ્યે સુરક્ષિત રહેલી આધારભૂત મુખ્યતયા એક જ તાડપત્રીય પ્રતિ પરથી ઘણું પરિશ્રમથી, સાવધાનતાથી ઉધૂત થઈ પ્રથમવાર પ્રકાશમાં આવે છે–એ પ્રતિનો પરિચય આ પ્રમાણે છે – છાણી(વડેદરા)ના જૈન જ્ઞાનમંદિરમાં, સગત પ્રવર્તકજી શ્રી કાન્તિવિજયજી મહારાજના શાસ્ત્ર-સંગ્રહમાં (નં. ૧૧૨૨માં) રહેલી લીલા મખમલ–મઢેલા તેના માપના સુંદર ડાબડામાં સુરક્ષિત આ તાડપત્રીય પ્રતિ, ૧૩”x૧.” ઈંચ જેટલાં લંબાઈ-પહોળાઈવાળાં ૮૭ પમાં મનોહર સ્થૂલ અક્ષરેથી લખાયેલી છે. તેના પ્રત્યેક પત્રમાં બન્ને બાજૂની મળી ૬ થી ૮ પંક્તિમાં પડી માત્રા અગ્રમાત્રા)વાળી દેવનાગરી લિપિમાં લેખન છે. કેટલાંક પત્રોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy