________________
જિન–સ્નાત્ર-વિધિ
[૩] મૃતદેવીને પ્રણામ કરીને આચાર્ય છવદેવના સ્નાત્રવિધિવિસ્તરની વ્યાખ્યા ગગ્ગટાચાર્યના સૂન(બાલક-શિષ્ય) સમુદ્ર વડે કરવામાં આવે છે.
સિદ્ધ (પ્રતિષ્ઠિત), લેક–પ્રસિદ્ધ મંગલે (દહિં, અક્ષત, સુવર્ણ વગેરે) કરતાં પણ અતિશય ઉત્કૃષ્ટ મંગલરૂપ, કલ્યાણ(મોક્ષ)ની સંપત્તિની પરંપરાને કરનારા, મેહ (અજ્ઞાન) રૂપી અંધકારના સમૂહને દૂર કરવામાં અદ્વિતીય સૂર્ય જેવા, શાશ્વત સુખ (મેક્ષ) પ્રાપ્ત કરનાર–એવા જિનાએ જય પ્રાપ્ત કર્યો છે,
આ વસંતતિલક વૃત્તની વ્યાખ્યા, સંહિતા વગેરે સર્વ ક્રમને અનાદર કરી માત્ર વિષમ પદના અર્થરૂપ, કરવામાં આવે છે; કારણ કે આ પંજિકા છે. આનું લક્ષણ આ પ્રમાણે છે-“જે વિષમ પદની વ્યાખ્યારૂપ હોય અને આશંકાના પરિહારવાળી હેય, તે પંજિકા કહેવાય છે.'
રાગ, દ્વેષ, મેહ વગેરે પર જય મેળવવાથી જિન કહેવાય છે. અસાધારણ ગુણેને સ્વીકારવાથી અને અન્ય તીર્થિકેમાં તે ગુણેનો અસંભવ હોવાથી તે જ જય પ્રાપ્ત કરે છે.
સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મિક્ષને માર્ગ છે.
ચારે ગતિઓમાં અશાશ્વત (સદા ન રહેનારાં) સુખ હોય છે, ત્યારે પાંચમી ગતિ–મેક્ષમાં એક સરખું સુખ જ હોય છે.
આ વિષયમાં ૫૨ (બીજો પક્ષ) આ પ્રમાણે કહે છે:-સિદ્ધો સર્વજ્ઞ છે, એમાં પ્રમાણ નથી.” [ ઉ૦] એ પ્રમાણે કથન કરવું એગ્ય નથી, કારણ કે આ વિષયમાં આગમે ખરેખર પ્રમાણ છે. સર્વપણાનું પ્રમાણ
જેમ કેઈને સૂક્ષ્મ, અંતરિત (આંતરે રહેલ) અને દૂર રહેલા પદાર્થો પ્રત્યક્ષ હોય છે, અનુમેયપણુથી જેમ અગ્નિ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org