________________
[૪૧] છે. જિનની આરતી ઉતારવી શ્રેય માટે થાય છે, અહંતની જલધારા તાપને હરનારી થાય છે, લૂણુ ઉતારવું શ્રેય માટે છે.” દિકપાલોને બલિ આપતાં, ચેય-સઘ(જિન-મન્દિર)ને પ્રદક્ષિણા કરતાં શાંતિની ઉપણું કરવી જોઈએ. “શ્રીસંધ, જગત, જનપદ, રાજ્યાધિરાજ્ય, સંનિવેશ, ગેછી અને પુર-મુખે ”નાં ઉચ્ચારણ દ્વારા શાંતિનું વ્યાહરણ(ઉચ્ચારણ) કરવું જોઈએ.
ચિત્ય વગેરેને વન્દન કરવા માટે આહવાન કરવું જોઈએ. અભિષેક કરાયેલા અહંત ભગવંતના બિંબને વૃત્ત(લૅક-પદ્યો)વડે વૃદ્ધિ પામતી સારી સ્તુતિઓ દ્વારા વંદન કરીને, દેવ-ગૃહમાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓને વન્દન કરવું જોઈએ.
એલોટ્સેપ(વસ્ત્રો ઉખેવવાં ધ્વજ-પતાકા ફરકાવવી), તથા પુષ્પો અને ધૂપ વગેરે દ્વારા દિફપતિ(દિકપાલ)નું સન્માન કરીને અને બીજા દિવ્યાવતાર(દેવ)ને પણ પોતાના અધિવાસે મોકલવા જોઈએ. તેમને કહેવું જોઈએ કે-“અહંદભિષેકમાં દર્શાવેલ સાંનિધ્યવડે પાપ-રહિત અને આકુલતાથી રહિત થયેલા છે દિવ્ય ! (દેવો!) તમે પિતાના યથાયોગ્ય સ્થાન પર જાઓ(પધારે).”
ગ્રહ-પીડાની ઉપશાંતિ કરવી હોય, તો નવ ગ્રહોના પરિચર (પરિવાર)વાળી પ્રભામંડલથી મંડિત પ્રતિમાને સ્નાત્ર કરાવવું જોઈએ.
પૂજાયેલા બલવંત રહે અત્યન્ત અધિક બલવંત બને છે, દુર્બલ ગ્રહો સૌમ્ય બને છે તથા મધ્યસ્થ ગ્રહો બલશાલી થાય છે. પોતપોતાના વારમાં ગ્રહોને અભિષેક કરે જોઈએ. અનંત કલ્યાણોથી યુક્ત એવા અર્વતની સ્નાત્ર વિધિ પછી અનુક્રમે ગ્રહોને અભિષેક કરવો જોઈએ.
જે જે ગ્રહોના જેવા જેવા વર્ણ, બલિ, માલા વગેરે છે, તેને તે તે વર્ણ વિલેપન દ્વારા અને કહેલાં દક્ષિણ-દાને વડે ગ્રહોને અનુગ્રહવાળા કરીને યતિઓ(મુનિરાજે)ને પૂજે.
Jain Education International
For Private & Personal Use Only
For Pi
www.jainelibrary.org