SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] અન્તર્ગત વિબુધાનન્દ નાટકમાં સૂચવ્યું છે. એ શીલાચા નિવૃતિગછના માનદેવસૂરિના શિષ્ય તરીકે પોતાનો પરિચય ઉપયુંકત પ્રા. ચરિત્રના અંતમાં આપે છે. પ્રસ્તુત અહંદભિષેક-વિધિનું બીજું નામ જિનાભિષેક પણ જણાય છે. કવિએ ત્રીજા પર્વના ૨૨મા પદ્યમાં, તથા પાંચમા પર્વના ૧૫મા પદ્યમાં “અહંદભિષેક નામનો ઉલ્લેખ કર્યો છે, તેમ જ બીજા પર્વના ૧૧મા પદ્યમાં, તથા પાંચમા પર્વના ૨૩મા પદ્યમાં “જિનાભિષેક નામને પણ ઉલ્લેખ કર્યો છે કે-“પ્રશસ્ય, આયુષ્ય અને યશ માટે હિતકારી, જયેના સ્થાનરૂપ, સંપદાને પ્રાપ્ત કરાવનાર, સદા સૌખ્યપરંપરાના હેતુરૂપ આવા જિનાભિષેકને અપુણ્ય-પુણ્યહીન મનુષ્ય કરતો નથી.” [ જુઓ પૃ. ૧૨૧]. વિચારવાનું એ છે કે-આ અહંદભિષેકવિધિના કર્તા “વાદિવેતાલ’ કોણ? કયા ? તેમનો સમય કયો ? વિ. સંવત ૧૩૩૪માં પ્રભાચંદ્રસૂરિએ રચેલા પ્રભાવ ચરિત્રમાં “વાદિ–વેતાલ' બિરુદવાલા શાંતિસૂરિને પ્રબન્ધ વિસ્તારથી દર્શાવ્યો છે, તેમને મહારાજા ભેજના સમકાલીન, તથા મહાકવિ ધનપાલની તિલકમંજરી-કથાના સંશોધક તરીકે સૂચવી તેમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૦૯૬માં જણાવેલ છે. વાદિવેતાલ એ જ. શાંતિસૂરિ વિક્રમની ૧૧મી સદીના હોય તે તેમની કૃતિ ઉપર એ પહેલાં દસમી સદીમાં થયેલા શીલાચાર્ય પંજિકા કેવી રીતે રચી શકે? વિક્રમની ૧૬મી સદીના પ્રારંભમાં વિદ્યમાન રત્નશેખરસૂરિએ વિ. સં. ૧૫૦૬માં રચેલી સ્વપજ્ઞ શ્રાદ્ધવિધિ-વૃત્તિ- વિધિકૌમુદી )માં આ અહંદભિષેકવિધિનાં કેટલાંક પડ્યો દર્શાવતાં “યાદુર્વાહિતાઝ - શાન્તિસૂરઃ '—એવો ઉલેખ દર્શાવ્યો છે. એ રીતે “વાદિવેતાલ” બિરુદવાળા “શાંતિસૂરિ' નામથી પ્રસિદ્ધ જણાય છે–એ સર્વ વિચારતાં, તેમની કૃતિની પંજિકા રચનાર શીલાચાર્ય કોઈ બીજા હોવા જોઈએ અથવા આ અહંદભિષેક-વિધિ રચનાર વાદિ–વેતાલ કોઈ બીજા હોવા જોઈએ. એવી વિચારણું થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy