________________
[૧૯] [] વાદિવેતાલની અહંદભિષેકવિધિ સંસ્કૃત ભાષામાં પાંચ પર્વોમાં વિવિધ[૧+૧૬+૩૦+૧૮+૪=૯૮ પઘોમાં રચાયેલી આ અહંદભિષેક-વિધિના કર્તાએ કૃતિના અંતમાં પિતાનું નામ સ્પષ્ટ રીતે દર્શાવ્યું નથી કે પ્રશસ્તિ-પરિચય આપ્યો નથી. પંજિકાકારે પ્રારંભના પદ્યમાં “#તામિ નિત નિના: ” મંગલદ્વારા જિનાભિષેક” નામ-સુચિત કર્યું છે, બીજા પદ્યમાં આ અભિષેકવિધિને વાદિવેતાલ પર્વો દ્વારા રચેલ છે–તેમ જણાવ્યું છે. તથા ૧ પર્વની પંજિકાના અંતમાં ઈતિ વાદિવેતાલ” એવો ઉલ્લેખ છે અને બીજા ત્રીજા પર્વની પંજિકા પછી “ઇતિ વાદિવેતાલ-પર્વણિ” એવો ઉલ્લેખ છે. ચોથા પર્વની પંજિકાના અંતમાં શ્રીવાદિવેતાલ પર્વણિ તવાહિત્યકતપંજિકાય ? એવો ઉલ્લેખ છે અને પાંચમા પર્વની પંજિકાના અંતમાં શ્રીશાન્તિ(? વાદિવેતાલીય-પર્વ પંજિકા સમાપ્તા” પછી “કૃતિરિય શ્રીશીલાચાર્ય સ્વ” એ ઉલ્લેખ મળે છે. લેખકે ત્યાં વાદિને બદલે ભૂલથી શાંતિ લખેલ હશે તેવું અનુમાન થાય છે, વાસ્તવિક રીતે ત્યાં “વાદિવેતાલ” ઉલ્લેખ હોવો જોઈએ.
થા પર્વની પંજિકાના અંતમાં પંજિકાકારનું નામ તવાદિત્ય સૂચવેલ છે અને પાંચમા પર્વની પંજિકાના પ્રાંતમાં આ કૃતિ( પંજિકા )ને શીલાચાર્યની જણુંવી છે–એ વિચારણીય છે. અહિં જણાવેલ શીલાચાર્ય એ જ તત્ત્વાદિય હોવા જોઈએ, શીલાચાર્યનું અપરનામ તત્ત્વાદિય જણાય છે. આચારાંગસૂત્રના ટીકાકાર શીલાંક-શીલાચાર્યનું બીજું નામ તત્ત્વાદિત્ય વાંચવામાં આવે છે, એ શીલાચાર્ય વિક્રમની દસમી સદીમાં વિદ્યમાન જણાય છે. આચારાંગસૂત્રની વૃત્તિમાં જે ઉલ્લેખ મળે છે, તે જોતાં શકસંવત ૭૮૪=વિક્રમ સંવત ૯૧માં એ રચના થયેલી માનવી જોઈએ, તેમ જ તે જ શીલાચાયની બીજી રચના પ્રાકૃતભાષામય થઉપન્ન-મહાપુરિસ–શ્યિ (ચતુષ્પચાશત્મહાપુરુષચરિત) પ્રસિદ્ધ છે, તેને રચના-સંવત ૯૨૫ બૃહથ્રિપનિકાકારે જણાવેલ છે. એ શીલાચાર્યનું બીજું નામ “વિમલમતિ ” એ જ ચરિત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org