________________
[[ ૧૮ ] તેની પ્રાંત પ્રશસ્તિ (લે. ૩૫)માં પોતાના પૂર્વજોનાં એ ૩ નામને ઉલ્લેખ કરતાં તેમના અન્વયમાં તેવા પ્રભાવક તે ૩ નામના ઘસૂરિઓ થયાનું તેઓએ જણાવ્યું છે કે – “ अमीभिस्त्रिभिरेव श्रीजिनदत्तादिनामभिः ।।
થો મૂડમૂવન, તરઘમાઘાત !” તેઓએ રચેલા ૪૪ સોંવાળા વીરાંક બાલભારત મહાકાવ્યની અંતિમ પ્રશસ્તિમાં પણ તે જ શ્લેક ૩૭મો છે.
ગૂર્જરેશ્વર વીસલદેવની રાજસભાને શોભાવનાર, સમસ્યાપૂર્તિ, શીઘ્રકવિત્વશક્તિથી મહારાજાનાં અને કવિઓનાં ચિત્તને રંજિત કરનાર એ અમરચંદ્રકવિએ કાવ્ય-કલ્પલતા (કવિશિક્ષા–વૃત્તિ), છન્દોરનાવલી, અલંકારપ્રબોધ, *સ્વાદિશબ્દસમુચ્ચય વગેરે બીજી પણ અનેક રચનાઓ કરી હતી. તથા પોતાના કલાગુરુ કવિરાજ અરિસિંહે રચેલા મંત્રીશ્વર વસ્તુપાલના “સુકૃતસંકીર્તન” નામના કાવ્યના પ્રત્યેક સર્ગના અંતમાં ચાર ચાર લેકે આ અમરચંદ્ર કવિએ રચ્યા હતા. * પ્રસ્તુત આલંકારિક પ્રા. જિનમ્નાવિધિના કર્તા છવદેવસૂરિ પણ એ વાયટીયગ૭ પરંપરાના ઉપર્યુક્ત આચાર્યોના પૂર્વજ પ્રભાવક આચાર્ય જણાય છે. એ ક્યારે થઈ ગયા ? એ નિશ્ચય કરવાનું સાધન નથી, તેમ છતાં તેમની કૃતિ પર પંજિકા–વ્યાખ્યાની રચના વિ. સં. ૧૦૦૬ માં થયેલી હોવાથી તેઓ તે પહેલાં-એક બે સદી પહેલાં–થયા હશે–એવું અનુમાન કરી શકાય. એથી આ પ્રાકૃત રચનાને એક હજાર વર્ષો પહેલાંની કહી શકાય.
આ ગ્રન્થની સંકલનાનો ખ્યાલ વિષય–પ્રદર્શન વાંચવાથી આવશે. * વિ. સંવત્ ૧૯૭૧ માં વારાણસીમાં આ ગ્રંથનું સંપાદન-પ્રકાશન કરતાં તેની પ્રસ્તાવનામાં મેં આ કવિનો પ્રબંધ મલધારી રાજશેખરસૂરિએ વિ. સં. ૧૪૦૫ માં રચેલા સં. ચતુર્વિશતિ–પ્રબન્ધ(અબજોકેશ)માંથી દર્શા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org