________________
[ ૧૭ ] જૈનાચાર્ય છવદેવસૂરિ વિક્રમાદિત્ય-સમકાલીન થઈ ગયા જણાય છે, જેમણે વાયડ સ્થાનમાં ભગવાન મહાવીરજિનના મંદિરની પ્રતિષ્ઠા કરી હતી, એમના પ્રભાવે બ્રાહ્મણે અને જેને વચ્ચે ઐક્ય સ્થપાયું હતું. તેઓએ કુત્સિત બ્રાહ્મણ અને દુષ્ટ યોગીના ઉપદ્રવથી સમાજની રક્ષા કરી હતી. અમરચંદ્ર કવિનાં કાવ્યની પ્રશસ્તિથી, તથા અન્ય ઉલેખેથી એ જણાય છે. તેમનું ચરિત્ર વિ. સં. ૧૩૩૪ માં પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવક–ચરિત્રમાં ૭મા પ્રબંધ તરીકે દર્શાવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ વિશેષ વૃત્તાન્ત તે પરથી જાણ જોઈએ.
- વાયટ-ગણે ૧ જિનદત્તસૂરિ, ૨ રાશિલલ્લ)સૂરિ અને ૩ જીવદેવસૂરિ–એ ૩ નામોને અમર કર્યા જણાય છે. એ ગચ્છમાં પધર આચાર્યોનાં એવાં ૩ નામે અનુક્રમે રાખવાની પ્રથા-પરંપરા પ્રચલિત જણાય છે. પૂર્વે થઈ ગયેલા વિરહાંક હરિભદ્રસૂરિ વિદ્યાધરકુલ-તિલક આચાર્ય જિનદત્તના શિષ્ય હતા. ખરતરગચ્છમાં બીજા જિનદત્તસૂરિ બડા દાદા નામથી સુપ્રસિદ્ધ છે. સમાન નામે હોવાથી કેટલીક વાર બ્રાંતિથી એક-બીજાની કૃતિ એક-બીજા પર ચડી ગયેલી જણાય છે એથી ઇતિહાસ-સંશોધકે સાવધાન રહેવું જોઈએ.
- વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા પૂર્વોક્ત વાયટીયગચ્છના જિનદત્તસૂરિ, મંત્રીશ્વર વસ્તુપાલના તીર્થયાત્રા-સંઘમાં પધાર્યા હતા, તેઓએ જાવાલિપુર(જાર)ને ચૌહાણુ મહારાજા ઉદયસિંહના પ્રીતિપાત્ર કોશાગાર-રક્ષક મહામાત્ય દેવપાલના પ્રતિપન્ન પુત્ર ધનપાલ (વાયડાન્વયી)ના સંતોષ માંટે જીવનોપયોગી વિવિધ જ્ઞાન આપતા વિવેકવિલાસ' જેવા શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી.
એ જિનદત્તસૂરિના શિષ્ય સિદ્ધસારસ્વત શીઘ્રકવિ મહાકવિ અમરચંદ્રસરિએ વાયડાન્વયી કેષ્ટાગારિક મંત્રી પદ્મના આનંદ માટે રચેલ જિનેન્દ્રચરિત પવાન–મહાકાવ્ય નામથી પ્રસિદ્ધ છે (ગા. એ. સિ. નં. ૫૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org