SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫ ] * સર્વાણંદસૂરિએ શ્રી પાર્શ્વનાથ–ચરિત્ર મહાકાવ્ય આ જ ધવલક્કક નગરમાં વિ. સં. ૧૨૯૧ માં રચ્યું હતું. વિશેષ માટે જુઓ-પાટણ જૈનભંડાર–ગ્રંથસચી (ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૭૨–૭૩). * વિક્રમની તેરમી સદીના અંતમાં–સંવત ૧૨૯૯માં નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસરિએ ધર્મદાસગણિની પ્રા. ઉપદેશમાલાની બાર હજાર શ્લેકપ્રમાણુ કણિકાવૃત્તિને આ જ ધવલકપુરમાં નૃપવીર(વીરધવલ)ના વીર મંત્રીશ્વર(વસ્તુપાલ તેજપાલ)ની પુણ્ય વસતિવાળી વસતિમાં વસતાં રચી હતી. એની પ્રશસ્તિ પણ અમે ઉપર્યુક્ત પા. જે. ભંની ગ્રન્થસચી(પૃ. ૨૩૫ થી ૨૩૮ ) માં દર્શાવેલ છે. મહારાણુ વીરધવલની રાજધાની તરીકે અને રાજનીતિક્ષ કર્તવ્યપરાયણ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલની કર્તવ્યભૂમિ તરીકે આ નગરની મહત્તા અને યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ હતી. એ સમયમાં કેટલાય જેનાચાર્યોએ, કવિઓએ અને વિદ્વાનોએ આ નગરમાં ગ્રન્થના, લેખન, પઠન -પાઠન આદિ અનેક પ્રકારે સાહિત્યોપાસના કર્યાના ઉલ્લેખો મળે છે. * દંડનાયક વિજયી વીર મંત્રીશ્વર તેજપાલે ગોધરાના મન્મત્ત રાજા ઘૂઘુલને યુદ્ધમાં હરાવી, જીવતો પકડી, બાંધી, પાંજરામાં પૂરી, આ જ નગરમાં (ધોળકામાં) લાવી મહારાણું વીરધવલને સમર્પણ કરી ગુજરાતના ગૌરવની રક્ષા કરી હતી.૧ વિક્રમની ચૌદમી સદીના પ્રારંભમાં આ જ નગરમાં મહારાજા વીસલદેવની રાજસભામાં કવિઓની ગોષ્ઠી થતી હતી. કાવ્યોની સમસ્યાપૂર્તિ વગેરે કવિ-વિનોદ ચાલુ હતા, તેમાં વાયગછીય જૈનાચાર્ય ૧ વિશેષ વૃત્તાની માટે વાંચે–અમારો ઐ. નિબન્ધ-ગુજરાતના વીર મંત્રી “તેજપાલને વિજય” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy