SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] પંજિકા-રચના-સ્થળ-ધવલપુરી * પંજિકાની રચના પંજિકાકારે ધવલપુરીમાં જણાવી છે, તે સ. માં ધવલકક અને વર્તમાનમાં ધોળકા નામથી જાણીતું ગુજરાતનું નગર જણાય છે. પ્રાચીન સમયમાં આસપાસનાં સો ગામમાં તેની મુખ્યતા હતી. જેનસમાજના ઇતિહાસમાં એ સ્થાન પ્રાચીન સમયથી સદીઓ સુધી મહત્ત્વનું રહ્યું છે. સુપ્રસિદ્ધ નવાંગી–વૃત્તિકાર અભયદેવસૂરિએ વિરહાંક હરિભદ્રસૂરિના પંચાશકગ્રંથની વૃત્તિ વિ. સં. ૧૧૨૪ માં આ જ નગરમાં રચી જણાવી છે, તેમણે રચેલી આગની વૃત્તિની અનેક પ્રતિયો આ જ સ્થળમાં લખાઈ હતી. * સુપ્રસિદ્ધ ખરતરગચ્છીય જૈનાચાર્ય જિનદત્તસૂરિને જન્મ વિ. સં. ૧૧૩૨ માં આ જ ધવલકકક નગરમાં થયો હતો. - વિ. સં. ૧૧૯૦ માં આમૂદેવસૂરિએ આખ્યાનમણિશની વિસ્તૃત વૃત્તિ આ જ ધવલકપુરમાં રચી હતી. વિ. સં ૧૧૯૧ માં સિદ્ધરાજ જયસિંહના રાજ્ય-સમયમાં ગણિની દેવસિરિયોગ્ય પુષ્પવતી-કથા વગેરેની પોથી આ જ ધવલક્કકમાં તાડપત્ર પર લખાઈ હતી-જેની ફોટોકોપી સાથેને ઉલેખ અમે પાનપ્રાચ જૈનભાંડાગારીય-ગ્રન્થસૂચી ભા. ૧ (ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૧૮૩)માં દર્શાવેલ છે. - તથા વિ. સં. ૧૧૯૩ માં માલધારી શ્રીચંદ્રસૂરિએ રચેલ પ્રા મુનિસુવ્રત ચરિત્રની રચના માટે પ્રેરણું મુનિસુવ્રતસ્વામીના રમણીય મંદિરવાળા આ જ ધવલક નગરના પોરવાડ શ્રાવક ધવલની હતી. એ વિસ્તૃત પ્રશસ્તિ ઉપર્યુક્ત સૂચી(પૃ. ૩૧૪ થી ૩ર૩)માં અમે દર્શાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001516
Book TitleJina Snatra Vidhi
Original Sutra AuthorJivdevsuri, Vadivetalsuri
AuthorLalchandra Pandit
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1965
Total Pages214
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Ritual_text, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy