________________
અધ્યાત્મપત્રસાર
અર્થ:-“કૌશલિક અરિહંત ઋષભદેવ.”
પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથ
શ્રમણ ભગવાન મહાવીર ઇત્યાદિ ભિન્ન ભિન્ન વિશેષણથી ભગવાન તીર્થંકરદેવનું વર્ણન કરવામાં આવે છે, તેમાં કારણ તે તે ગુણોની મુખ્યતા કરીને વર્ણન થયેલું સમજાય છે. તેથી બીજાઓમાં તે તે ગુણોને વ્યવછેદ કરવામાં આવ્યું છે, એમ ન કહી શકાય. આદેય નામકમતા અને આદેયવાક્યતા બીજા પુરુષની અપેક્ષાએ અધિક પણ બીજા તીર્થકર ભગવતેની અપેક્ષાએ નહીં- એમ સમજાય છે.
તપ કરવામાં, બ્રહ્મચર્ય પાળવામાં આલંબન જોઈએ પણ શાંતિ માટે કે વિદન વિદારણ માટે આલંબન નથી જોઈતું–એમ કેમ કહી શકાય? વિનર્વસ માટે ગ્રન્થની આદિમાં મંગળ કરવામાં આવે છે અને તે માટે પરમાત્મ-સ્મરણ વિહિત છે એ વાત સર્વમાન્ય છે. પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગજિત કહેવાય પણ ઉપસર્ગહર નહીં–એ વાત પણ યુક્તિસંગત જણાતી નથી. રાગાદિ દોષને જીતનારા જ, રાગાદિ દોષને જીતાવનારા છે, બીજા નહીં જ. ભગવાન ઉપસર્ગસહ છે માટે જ તેમનું સ્મરણ ઉપસર્ગ સમયે ચિત્તસમાધિ આપે છે અને એ ચિત્તસમાધિ ઉપસર્ગોને છતાવનાર પણ થાય છે. તેમાં પરંપરાએ ભગવાન જ કારણ છે. ભગવાન વર્ધમાનવામીને એક જ ભવમાં ઘણા ઉપસર્ગો આવ્યા છે, પરંતુ તેનું ફળ ઘાતિકને ક્ષય અને કેવળજ્ઞાન પણ તે જ ભવમાં મળેલું છે. પાર્શ્વનાથ સ્વામીને પૂર્વમાં આવેલા ઉપસર્ગો અંતિમભવ સુધી સહન કરવા પડ્યા છે અને પૂર્ણ ફળ ચરમભવમાં સાંપડયું છે. એ અપેક્ષા આગળ કરીને તેમને “વિનહરનું બિરુદ મળ્યું હોય. વિનવિનાશનું અનંતરકારણ તે ચિત્તસમાધિ છે. પરંતુ ચિત્તસમાધિમાં કારણ કષ્ટ વખતે પાર્શ્વનાથ ભગવંતનું સ્મરણ માનવામાં બાધ જણાતું નથી.
શાંતિનાથ શાતા કરો અને પાર્શ્વનાથ વિદન હરે_એવી લેકેક્તિ આજ પર્યંત ચાલી આવી છે, તે પણ નિરાધાર તે ન જ હોવી જોઈએ. તેની પાછળ રહેલી અપેક્ષાને સૂક્ષમબુદ્ધિથી શેધવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org