________________
અધ્યાત્મપત્રસાર
વિતરાગની સ્તુતિ કે પ્રાર્થના નિરર્થક છે-એવો ભાસ ઉત્પન્ન થવાની સંભાવના ગણાય.
વધુ રન નો,
अउव्वचिन्तामणि महाभागो। थोऊण तित्थयरे,
पाविज्जइ बोहिलाभो ति॥' અથ:- આ વસ્તુને સ્વભાવ છે, તીર્થંકર પરમાતમાં મહાભાગ્યવંત અપૂર્વ ચિંતામણિ છે, તેથી તીર્થકરોની સ્તુતિ કરીને બે ધિલાભ પ્રાપ્ત કરી શકાય છે.
એ નિયુક્તિકારનું વચન છે અર્થાત વીતરાગને સ્વભાવ જ સ્તુતિ કરનારને બેધિલાભ આપે છે. સ્તુતિ કરનાર બેધિ આદિનો લાભ પામે છે, તેમાં ચિન્તામણિ આદિની જેમ વસ્તુસ્વભાવ કાર્ય કરે છે. એ વાત આગળ કરવામાં નથી આવતી તે ભક્તિ વીતરાગની જાગતી નથી અને વીતરાગના સ્થાને શાસનદેવતાની જ ભક્તિ કરવાને ભાવ જાગે છે કેમ કે શાસનદેવતા સરાગી હોય છે તેથી ભક્તના મનવાંછિત પૂર્ણ કરે, પણ પરમાત્મા વીતરાગ હોવાથી કાંઈ કરે નહિ–આ એક ભાવ સામાન્ય જનતાના હૃદયમાં પુષ્ટ થાય છે, તે અનિષ્ટ છે. શાસનદેવતામાં જે કાંઈ સામર્થ્ય ભક્તોને મનવાંછિત પૂર્ણ કરવાનું છે તેમાં પણ મુખ્ય કારણ શાસનદેવતાના હૃદયમાં રહેલી વિતરાગ-પરમાત્માની ભક્તિ જ હોય છે. ભગવાનના ભક્ત હોવાના કારણે શાસનદેવતાનું આરાધન વિહિત છે, સરાગી હેવાના કારણે નહીં. પૂજ્યતા તે સાક્ષાત્ યા પરંપરાએ જૈનશાસનમાં વીતરાગતાની જ મનાયેલી છે એ વિચાર સ્પષ્ટ રહેવું જોઈએ.
“ઉવસગ્ગહરં – તેત્રમાં ઉપસર્ગ હરનારતરીકેની સ્તુતિ પાયાની છે અને પાર્શ્વનાથ ભગવાનની નથી એમ કહેવું–તે પણ બરાબર નથી. ટીકાકાએ પાશ્વયક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી પાર્શ્વનાથ ભગવાનના સેવક હેવાના કારણે જેઓ પાશ્વનાથ ભગવાનની સ્તુતિ કરે છે, તેઓનાં કષ્ટ-નિવારણ કરે છે એમ સ્પષ્ટ કહેલું જ છે તથા પાર્શ્વનાથ ભગવાનનું સાંનિધ્યપણું ઉપસર્ગ હરનારું છે એમ કહ્યું જ છે.
આ સાથે “સુકૃતસાગર” ગ્રંથના ત્રણ ગ્લૅક મોકલ્યા છે, તેમાં પાર્શ્વનાથ ભગવાનનાં નામ આદિ અનિષ્ટહર, ઈષ્ટકર વર્ણવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org