________________
લેગસ–સૂત્ર શ્રીતત્વાર્થસૂત્રની કારિકામાં એક શ્લેક નીચે મુજબ છે – 'अभ्यर्चनादहतां मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥ ८॥'
ભાવાર્થ-અરિહંત ભગવતીની પૂજાથી મનની પ્રસન્નતા પછી સમાધિ અને તેમાંથી નિઃશ્રેયસ (મેલ) પ્રાપ્તિ થાય છે. તેથી તેમનું પૂજન કરવું વાજબી છે.
તવાથકાર પિત પ્રવચનના સંગ્રહકાર તરીકે પ્રસિદ્ધ છે. “નામતવની vણવંતુ, હિતુ અને રિંતુ એ ત્રણ પ્રણિધાન ગાથાઓને જ સંગ્રહ ઉપરની એક ગાથામાં તેમણે ખૂબીપૂર્વક કરી લીધું હોય એમ લાગે છે, તે કારિકા તથા તેના ઉપરની ટીકા અનુકૂળતાએ એક વાર જોઈ લેશે.
Grace અને Gratitude ઉપર જે વિચારે જણાવ્યા તે બરાબર છે. ભગવાનને Historical Truth તરીકે સમજીને જે ઉપાસના થાય, તેના કરતાં spiritual Truth Divine Being તરીકે ઉપાસના થાય તે જ વાસ્તવિક સંબંધ બંધાય અને પ્રતિદિન શ્રદ્ધા-ભક્તિમાં ઉમેરે થાય.
શ્રી અરવિંદે એક સ્થળે કહ્યું છે કે:-“Turn towards the Divine and all difficulties will disappear."
ગુરુત્વાકર્ષણને નિયમ અને ઈશાનુગ્રહને સિદ્ધાન્ત (Law of Gravity & Law of grace):
આત્મા જ્યારે ભૈતિકતા તરફ ઢળે છે, ત્યારે ગુરુત્વાકર્ષણને નિયમ તેને નીચે ખેચે છે. ભૌતિકતા એટલે જે ગુણ અને તમોગુણનું પ્રાબલ્ય. રજોગુણ વિષયવૃત્તિવડે ચંચળતાને ઉત્પન્ન કરે છે અને તમે ગુણ કષાયવૃત્તિવડે જડતા લાવે છે. વિષયે પ્રત્યે વૈરાગ્ય અને જે પ્રત્યે મૈત્રીને અભ્યાસ જ્યારે વધે છે ત્યારે રજોગુણ તોગુણનું જોર મંદ પડે છે અને સવગુણની પ્રધાનતા થાય છે, સત્ત્વગુણ પ્રધાન બને છે. સત્ત્વગુણ એટલે સમત્વપ્રધાનવૃત્તિ, માત્ર પોતાના અસ્તિત્વનું ભાન. તે વૃત્તિ જ્યારે ઊર્ધ્વમુખી બને છે ત્યારે જીવ ગુરુત્વાકર્ષણથી બહાર નીકળી ઈશાનુગ્રહના ક્ષેત્રમાં આવે છે. ત્યાં પરમાત્માને પ્રસાદ-કૃપા સતત સક્રિયપણે પિતાનું કાર્ય કરી રહેલ હોય છે અને તે સવગુણ જીવને પ્રભુ તરફ, ઊર્ધ્વતરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org