________________
લેગસ્સ - સૂત્ર
૩૧ રચના કુંડલિનીના સાડાત્રણ આંટાને અનુરૂપ હેવાથી કુંડલિની આદિ ધ્યાનની પ્રક્રિયાઓ એના આધારે પ્રચલિત થયેલી છે-એ અભિપ્રાય અર્ડ” અક્ષરતસ્વસ્તવને જોતાં તે પ્રમાણભૂત થાય છે.
સાડાત્રણની સંખ્યા રહસ્યમય છે, એ વાત બીજી અનેક રીતે સમજવી જરૂરી બને છે. ત્રણની સંખ્યા પૂર્ણ સંમતિ માટે પ્રચારમાં છે જ તેના ઉપર અડધું વલય વધારીને પ્રત્યેક યંત્રમાં બંધન કરાય છે. ભાષામાં “ઊંડા જેટલું ભણુ છે અથવા “ઊંઠા ” ભણાવે છે–એ કટાક્ષ પણ કરાય છે. આ બધાની પાછળ કેઈ રહસ્ય હોવું જોઈએ.
ભ,
(૩૨)
લુણાવા.
મહા વદી પ. કુંડલિની
સાડાત્રણના આંક સંબંધી જે વિશેષ વિચાર આવ્યા છે, તે નીચે મુજબ છે:
૧. “સાડાત્રણ કલાવાળા અરિહંત ભગવંતેને સાડાત્રણ શ્લોકના સ્મરણ વડે દેહસ્થ ચકસ્થાનમાં સાધક સાડાત્રણ વલયમાં ન્યાસ કરે, તે વાચક(શબ્દ), વાચ(અર્થ) અને પ્રત્યય(જ્ઞાન)ને બેધ સહજ થશે.”
આ ફકરામાં “સાડાત્રણ લેકના સ્મરણવડે” લખાયું છે, તે તેને કેવી રીતે ગણવા? લેગસ્સની બીજી, ત્રીજી અને એથી એમ ત્રણ ગાથાઓમાં ૨૪ નામે છે, અડધે શ્લેક વધારે કઈ રીતે?
૨. સાડાત્રણને આંક રહસ્યવાળે છે, તે માટે એમ કહી શકાય કે યંત્રોના આલેખનમાં “સાડાત્રણ આંટા' આપ્યા હોય છે અને તે માટે ભાગે અનાહતના સૂચક હોય છે. “અનાહત” એ ભાવનું આલેખન છે. તેથી તેને અનસરકૃત કહી શકાય. તે આંટાઓ કેવળ વલયરૂપ (circle) નથી, કિન્તુ ઉત્તરોત્તર ભાવવૃદ્ધિ સૂચક કમાનાકારે (Spiral) છે. અનાહત એક પ્રકારને વનિ પણ છે અને તે અટક્યા વગર ચાલ્યા કરે છે, તે જણાવવા માટે પણ તેનું આલેખન વલ(circle)થી નહિ પણ કમાન(spiral)થી કરેલું હોય છે. અનાહતનું આલેખન જેમ અટક્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org