________________
નમસ્કાર-મહામંત્ર
નમસ્કાર કર્તાનું અને શબ્દાદિ જ્ઞાનમાત્રને માનનાર હોવાથી વિશેષ કરીને નમસ્કાર કર્તાનું સ્વામિત્વ સ્વીકારે છે, એમ જણાવ્યું છે. “લલિતવિસ્તરામાં અરિહંત ભગવંતેને ( વ્યવહિત કારણુ) પરંપર કારણ કહેલ છે અને સ્વપરિણામને સાક્ષાત્ કારણ ગણાવેલ છે. તે જુસૂત્ર અને શબ્દાદિનની વિવક્ષાથી–અપેક્ષાથી છે. ઈકવર કર્તવવાદની પ્રસિદ્ધિ છે તે જૈનદર્શન મુજબ નિગમ-વ્યયહારનયથી ઘટે છે, કેમ કે તે નો નિમિત્ત કતૃત્વને સ્વીકારનારા છે. સ્વપરિણામનું કતૃત્વ કહો કે ઉપાદાન કતૃત્વ કહો તે ઋજુસૂત્રાદિ નાનો વિષય છે. આ વિષય માટે નમસ્કારનિર્યુક્તિમાં નયવાદ ઘટા છે તે જોશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org