________________
(૧૨) મોક્ષ (૧૭)
તા. - “૩ામિનઃ સ્વપનમાથાનં નોક્ષ: I’ અર્થાત્ આત્મસ્વરૂપમાં રહેવું એનું નામ મેક્ષ'- એવી “મેક્ષ'ની વ્યાખ્યા કેટલાક સ્થળોમાં જોવામાં આવે છે. આવાં સ્થળે બહુ જ અલ્પ છે. કેટલાક અન્ય દર્શનકારે પણ મેક્ષ'ની આવી જ વ્યાખ્યા કરે છે.
નક્ષચક્ષા મુત્તિ' અર્થાત્ સંપૂર્ણ કર્મક્ષય તે મુક્તિનું લક્ષણ છે–આવું મેક્ષ'નું લક્ષણ અનેક ગ્રન્થોમાં વારંવાર જોવા મળે છે. મોક્ષનું આ સ્વરૂપ બતાવવા પાછળ શાસ્ત્રકારે એક અત્યંત ગંભીર આશય ધરાવે છે.
ઉપર્યુક્ત બન્ને વ્યાખ્યાઓમાં મોક્ષમાર્ગની સાધના પાયેલી છે. પહેલી વ્યાખ્યા આપણને આત્માનું શુદ્ધ-સ્વરૂપ ચિંતવવા તરફ લઈ જાય છે. “શુદ્રમામદ્રવ્યમેવમ્ ” – “હું શુદ્ધ-આત્મદ્રવ્ય જ છું.”— વગેરે ભાવનાઓથી તે આત્મામાં સમત્વનાં બીજ વાવે છે. આ ભાવનામાં આત્મ-પર્યાની વિચારણું ગણ હોય છે. કેટલાક દર્શનકારે કેવળ આત્મ-દ્રવ્યને જ માને છે. તેઓ પર્યાયને માનતા જ નથી. તેઓ કેવળ દ્રવ્યની (પર્યાયોથી રહિત એવાં શુદ્ધ-દ્રવ્યોની) ભાવનાથી આત્માને ભાવિત કરે છે અને આત્મ-સમત્વ લાવવા પ્રયાસ કરે છે. સમાદિ સાધન-સંપન્ન પુરુષને આ ભાવના આત્મિક-વિકાસ-તરફ લઈ જાય છે. અયોગ્ય વ્યક્તિના હાથમાં આ સાધન જતાં તેનું પતન પણ થાય છે. આ ભાવનાને દુરુપયેગ થતાં પાપભીરુતા-ગુણને નાશ થાય છે અને કૃત્યાકૃત્ય, ભઠ્યાભર્યો વગેરેને વિવેક નષ્ટ થાય છે. તાત્પર્ય એ છે કે આવી સાધનામાં પતન-સ્થાને ઘણું છે.
હવે “રરરરક્ષાઢક્ષા મુરિાઃ”—“સંપૂર્ણ કર્મક્ષય તે મુક્તિનું લક્ષણ છે – એ વ્યાખ્યા તરફ આપણે આપણા વિચારને લઈ જઈએ. પ્રસ્તુતમાં આત્મા, કર્મ અને તે બે વચ્ચેનો સંબંધ – એ ત્રણ મુખ્ય મુદ્દાઓ બને છે. આત્મા પરિણામી નિત્ય છે. કર્મ, સત – પારમાર્થિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org