________________
૧૯૧
પ્રતિક્રમણ તેથી તેને આવશ્યક-ક્રિયાના નામથી સંબોધન કરવામાં આવ્યું હોય તે સંગત છે. કાલે પત્ર લખ્યા પછી જે વિચાર આવ્યું તે જણાવ્યું છે.
પંચાચારની આઠ ગાથાઓ હકીકતમાં અતિચારની આઠ ગાથાઓ તરીકે માનવી જોઈએ – એમ લગભગ સંવત્ ૧૯૦ પૂજ્યપાદ સાગરજી મહારાજના વ્યાખ્યાનમાં મેં સાંભળેલું. પ્રસંગ એમ બન્યું હતું કે ભાવનગરથી પ્રગટ થતા “જૈનધર્મ–પ્રકાશમાં કુંવરજીભાઈએ છપાવેલું કે આઠ ગાથાઓ અતિચારની નહિ પણ પંચાચારની સમજવી જોઈએ. તેના સમાધાનમાં પૂજ્ય સાગરજી મહારાજે વ્યાખ્યાનમાં જણાવેલું કે એ ગાથાઓ અતિચારની જ છે. પચાચારની ગાથાઓ છતાં અતિચારના ચિંતન માટે હેવાથી અતિચારની જ ગાથાઓ મનાય. પ્રતિક્રમણમાં ઘણું સૂત્રો સ્તુતિ-સ્તવનરૂપે ગુરુવંદનરૂપે અને ભક્તિવાચક પણ છે; છતાં પ્રતિક્રમણ માટે હોવાથી તે પ્રતિક્રમણ – સૂત્રો જ કહેવાય છે. તેમ પંચાચારની ગાથાઓ અતિચાર માટે હોવાથી અતિચારની જ ગાથાઓ ગણાય – એમ તેમના વ્યાખ્યાનમાં યુક્તિ-પુરસર તેમણે જણાવેલું અને તે સંગત પણ છે. એ ખ્યાલમાં લેવાથી સમાધાન થઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org