________________
(૧૦) પ્રતિક્રમણ
(૧૬૭)
લુણાવા. ભાદરવા વદ ૧૦.
પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને સપ્રતિક્રમણ ધર્મ કહ્યો છે. બાવીસ જિનના મુનિઓ જ્યારે દોષ લાગે ત્યારે પ્રતિક્રમણ કરી લે. કિન્તુ ઉભયકાળ પ્રતિદિન આવશ્યક, પાક્ષિક, ચાતુર્માસિકાદિ પ્રતિકમણ સંબંધી પ્રાપ્ત ઉલેખના આધારે પ્રતિક્રમણ શબ્દ પ્રચલિત થયો છે– એમ કહી શકાય. સામાયિક, ચતુર્વિશતિ–સ્તવ, ગુરુવંદનાદિ તો નિત્ય (આવશ્યક રૂપ) પ્રતિક્રમણ ન કરનાર પણ તે સમયે કરે છે અને અવિધિ આશાતાદિને “
મિચ્છા મિ દુક્કડ દેવા દ્વારા પ્રતિક્રમણ પણ કરે છે, પણ ફરજિયાત પ્રતિક્રમણની ક્રિયા કરવાનું કારણ અજુ-જડ અને વક–જડ પ્રકૃતિવાળા અને પ્રમાદ થવાને સંભવ છે તેથી તેને દૂર કરવા માટે તે નિયત થયેલ છે. કોઈ પણ ક્રિયા દેવ-ગુરુની સાક્ષીએ કરેલી હોય તો જ તે યથાવત્ ફલપ્રદ બને છે. મંત્ર-જાપ જેવી ક્રિયા પણ તીર્ધારTધનરાત્તિ મમ 1 થોઃ તુ એમ બેલી પ્રારંભમાં દેવ-ગુરુનું સ્મરણ કરીને જ કરાય છે. પ્રતિક્રમણ વિના જે ધર્મ છે જ નહીં તે પ્રતિકમણની ક્રિયા પૂર્વે ચતુર્વિશતિ-સ્તવ અને ગુરુવંદનરૂપ આવશ્યક વડે દેવ-ગુરુને પ્રસાદ યાચવામાં આવે છે. સામાયિક-ધર્મમાં થયેલી ખલનામાંથી જ પાછું ફરવાનું છે તેથી સામાયિક તે મુખ્ય છે જ. સાધુને સર્વવિરતિ–સામાયિક અને શ્રાવકને દેશવિરતિ–સામાયિક અને શ્રુત-સમતિ-સામાયિક તે બધાને છે જ. વળી ભૂતકાળના દોષની ખલના માટે પ્રતિક્રમણ, વર્તમાનના દેષ-સંવર માટે કાર્યોત્સર્ગ અને ભવિષ્યના દોષ–સંવર માટે પચ્ચખાણ છે એટલે ત્રણ કાળની અપેક્ષાએ કાયેત્સર્ગ અને પશ્ચખાણ પણ પ્રતિકમણના અંતર્ગત જ છે એટલે જરૂઆવશ્યક મળીને પૂર્ણ પ્રતિક્રમણ બને છે માટે પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં ઉત્પન્ન થનારાજીની પ્રકૃતિની અપેક્ષાએ પ્રતિક્રમણ ફરજિયાત થયેલું છે અને પ્રતિક્રમણ પઆવશ્યકથી સંકળાયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org