________________
(૮) મૈત્રી અ.
(૧૬૬)
તા. ૧૯ર૧-૧-૬૯ મૈત્રી' નામના માસિકના જાન્યુઆરીના અંકમાં “મિત્રી ઉપર દાદા ધર્માધિકારીનો લેખ સારો છે. તે કહે છે કે – “મૈત્રીને કેઈ સિદ્ધાંત, ભાવના કે કલ્પના સમજે છે, પણ હું તો મિત્રીને જીવનનું ઉપાદાન સમજું છું. મંત્રી નથી તે જીવન પણ નથી કારણ કે જીવન મૈત્રીમય છે, તેનું જ બનેલું છે. આ કારણે ભક્તિમાર્ગમાં આત્મનિવેદન પહેલાં સખ્યભક્તિ માનવામાં આવી છે અને આ યુગ સખ્યભક્તિને યુગ છે. જીવનમાં સૌથી મોટું જે કઈ પારમાર્થિક તત્ત્વ હોય તે મિત્રી છે. આ મૈત્રી નિરુપાધિક, નિરપેક્ષ અને સ્વાયત્ત છે. મૈત્રી સંબંધને મેં સૌથી વધારે પારમાર્થિક અને પવિત્ર માન્ય છે. મૈત્રીમાં પડદે ન હેય. ગમે તે ઉંમરના માણસે વચ્ચે મૈત્રી થાય તો તે બેની વચ્ચે કઈ પડદો રહેતે નથી. જ્યાં ભરેસ નથી, ત્યાં મૈત્રી નથી. મનુષ્ય મનુષ્ય વચ્ચે કાંઈ સ્વાર્થ કે પ્રયજન વિના સંબંધ થાય તે મૈત્રી છે. તે ઈશ્વર સાથે હોય ત્યારે ભક્તિમાર્ગમાં તો હૈ :' કહ્યો છે. આ રસને હું મિત્રી સમજુ છું. મનુષ્ય સંબંધમાં મિત્રીના આવિર્ભાવને હું સામાજિક જીવનમાં પરમાર્થ સમજુ છું.”
“મૈત્રીનો જાન્યુઆરીને અંક વાંચવા જેવું છે. તે આપને જોઈએ તે મેકલી આપું ઉપરના લેખ સિવાય બીજા ખાસ નથી; પણ આ
કેવલ મિત્રીને લેખ વિચારણું માટે તક તથા પારિભાષિક શબ્દ પૂરા પાડે છે. મંત્રીને આટલું ઊંચું સ્થાન બીજે કયાંય અપાયું હોય તે જાણમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org