________________
૧૮૨
અધ્યાત્મપત્રસાર કરીએ તે તેમાંથી વિશુદ્ધ-અમૃત મળે તેવું છે. આ વિષયને કઈવખતે રૂબરૂમાં સ્પષ્ટ રીતે સમજાવીશ.
બુદ્ધિનું સ્વરૂપ બતાવતાં સ્વાદુવાદરત્નાકરમાં પૃષ્ઠ-૧૫૦ પર કહે
स्वव्यतिरिक्तग्राह्यग्राहकविरहादबुद्धिः स्वयमेवात्मरूपप्रकाशिका प्रकाशवद् -
અથ – સ્વથી ભિન્ન ગ્રાહ્યગ્રાહકભાવ વગરની બુદ્ધિ પિતાની મેળે જ પ્રકાશની જેમ આત્માને પ્રકાશ કરનારી છે.
આવી નિર્મલબુદ્ધિ ઈડા-પિંગલામાં ન હોય ત્યાં તે ગ્રાહા ગ્રાહકભાવ જ હોય, પણ સુષુચ્છામાં આવતાં જ આપણુ મતે અને પતંજલિના મતે આવી બુદ્ધિ પ્રાપ્ત થાય. - ઇડા-પિંગલામાં હોય ત્યારે ગ્રાહ્ય-સમાપત્તિ, ગ્રાહક-સમાપત્તિ હોય પણ તેથી પર એટલે કે સુષુણામાં પેઠા પછી ગૃહીતુ-સમાપત્તિ અને ગ્રહણ-સમાપત્તિ આવે.
“સ્વાદુવાદરત્નાકર” ભાગ-૧, પૃષ્ઠ–૧૪૯ પંક્તિ ૧૬૩જાને ग्राह्यत्वेन प्रतीयते, बोधाकारस्तु ग्राहकत्वेन -
બાદ્યવેદ્ય અર્થ તે ગ્રાહ્ય અને જ્ઞાનમાં તે તેને આકાર તે ગ્રાહક જાણવા. સુષુણ્ણામાં જ્ઞાનને બાહા આલંબન હોતું નથી. તેથી ગ્રાહ્યગ્રાહકભાવ નથી. સુષુણ્ણામાં અંતરંગ આલંબન હોય છે, તેમાં ગ્રાહ્યા, ગ્રાહકએ બે શબ્દોને પ્રયોગ ઘટતા નથી.
આ વિષય ઉપર લખવા બેસીએ તે પાનાં ને પાનાં ભરાઈ જાય. આનો મર્મ તે ગ્રહતા કે ગ્રહણ સમાપત્તિને સ્પર્યા પછી જ સારી રીતે જાણી શકાય. તે પહેલાં તકે ઊઠે પણ સુષુણામાં પેસતાં તકે શમી જાય. શંકા – સમાધાન વગેરે જંજાળ ઈડા -પિંગલાની છે કારણ કે સુષુમણામાં શંકા ન હોવાથી – ય અર્થનો અંતરંગ સ્પષ્ટ ભાસ હોવાથી સમાધાનની જરૂર નથી. શંકા હોય તે સમાધાન જરૂરી છે શંકા જ ન હોય ત્યાં સમાધાન વળી કેવું?
પાતંજલગસૂત્ર (મરાઠી ગ્રન્થ)માં ગ્રાહ્ય-સમાપત્તિ આદિને વિષય સંપ્રજ્ઞાત-સમાધિના ભેદમાં સારી રીતે સમજાવે છે; તે વાંચશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org