________________
ભ
C
વિરમગામ,
માગસર સુદ ૧૦
વિમર્શ’ ના અ ગંભીર છે. કેવળ વ્યાકરણ કે કેશથી તે કેમ સ્પષ્ટ થઈ શકે ? ‘ ભાવન ' કરતાં પણ · વિમર્શ' શબ્દ તંત્ર-દ્રષ્ટિથી ઘણા ઊંડા છે.
'
(૪) વિમ (૧૦)
‘ ભાવનાપનિષ’માં અભેદભાવનાપરક તેને જણાવ્યાનું ‘ચોગશાસ્ત્ર' સપ્તમ-પ્રકાશના પ્રારંભમાં કહેલ છે, તે અવશ્ય જોશે. તેની માત્રા આછી વધતી ભલે હાય પણ તેની આવશ્યકતાના ઇન્કાર થઈ શકે નહિ. તે વિના ચિત્તની પ્રસન્નતા, સ્વચ્છતા કે ઇર્ષ્યાદિ મલેાની શુદ્ધિ ખીજા કયા ઉપાયાથી થઈ શકે ? ‘યોગશાસ્ત્ર ’ પ્રથમ-પ્રકાશમાં દૃઢપ્રહારી અને ચિલાતીપુત્ર જેવા ઘારપાપીને પણ યાગ વડે સિદ્ધિ બતાવી છે, પરંતુ તે પશ્ચાત્તાપ અને ઉપશમાદ્વિ ઉપાચા વડે કહી છે તેથી મૈત્ર્યાદિભાવેાથી વિરુદ્ધ વર્તનથી પાછા ફર્યાં બાદ જ અને અહિંસાદિ શુદ્ધ-અનુષ્ઠાનાનું સેવન થયા બાદ જ મુક્તિ થઈ શકે – એવે નિયમ છે. કર્મક્ષય માટે આત્મજ્ઞાન અને તે માટે ધ્યાન કહ્યું છે, છતાં ધ્યાનની સિદ્ધિ માટે સામ્ય પણ કહ્યું છે. સામ્ય વિના ધ્યાન નહિ અને ધ્યાન વિના સામ્ય નહિ-એમ પરસ્પર કારતા બતાવી છે. સામ્યમાં મૈશ્યાદિભાવે સમાઈ જાય છે એટલે મુક્તિ માટેના ધ્યાનના વિજ્ઞાનમાં સામ્ય અને તેના સાધનભૂત ભાવનાઓને અવશ્ય સ્થાન છે– એમ વિચાર કરતાં લાગે છે. આ સંબંધી વિશેષ ‘વિમર્શ ’ કરતાં તમને જે જણાય તે લખશે.
સક્રિયામાં કાયા, વચન અને ચિત્તની સ્થિરતા – એ તા શુભધ્યાન છે જ. તદુપરાંત વિશેષપણે શુદ્ધ – આચરણવાળા એવા માર્ગાનુસારી ભૂમિકાવાળા જીવાને ચિત્ત-સ્થિરતાના ઉપાયરૂપ અનુષ્ઠાન પ્રતિમાપૂજન, મંત્રજાપ, યંત્રારાધન વગેરે કહેલાં જ છે.
6
શ્રી પંચસૂત્ર’ વગેરેમાં ત્રિસંધ્ય ચતુઃશરણાદિને આવશ્યક માનેલાં છે, એટલે વિવાદ જેવું કાંઈ રહેતું નથી.
節
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org