________________
ચિત્ત અને હૃદય
૧૭૯
સંકલ્પ–શમન કરવાને તે પુસ્તિકામાં રસ્તે દર્શાવ્યું છે. તેને પ્રયાસ કરતાં પહેલાં જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ – આ ત્રણેય અવસ્થામાં પ્રવેશ કરતાં આવડવું જોઈએ.
हृदये चित्तसंघट्टादृश्यस्वापदर्शनम् ॥ १५ ॥
અથ– હૃદયમાં ચિત્તના અથડાવાથી “દક્ષ્ય અને સ્વાપરનું દર્શન થાય છે.
'हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् ' ॥ ७ ॥ इत्युक्तनीत्या हृदयं विश्वविश्रान्तिभित्तिभूः । स्वसंवित् तत्र संघट्टश्चित्तस्य चलतः सतः ॥ ७८ ॥ तदैकात्म्यपरामर्शजागरूकस्वभावता। तस्माद्दश्यस्यविश्वस्य नीलदेहादिरूपिणः ॥ ७९ ॥ स्वापस्यैतदभावस्य शून्यस्यापि च दर्शनम्। 'स्वाङ्गरूपेषु भावेषु प्रमाता कथ्यते पतिः' ।। ८० ।। इति श्रीप्रत्यभिज्ञोक्तनीत्या पत्युरिव प्रभोः । स्वाङ्गकल्पतया तस्य यथावत्प्रथनं भवेत् ।। ८१॥ १५॥
(“શિવસૂત્રવાતિકમ'; પૃષ્ઠ ૯-૧૦.) અર્થ “વિશ્વનું મહાન સ્થાન તેને હૃદય સમજે”—એવા વચનથી હૃદય વિશ્વને વિશ્રાન્તિ કરવાની ભિત્તિ સ્વરૂપ છે. તેમાં ચંચલ એવા ચિત્તને સંઘટ્ટઅથડાવું) તે સ્વસંવિત છે. તેની સાથે (સ્વસંવિત સાથે) એકાભ્યનું જ્ઞાન તે જાગરૂકસ્વભાવપણું છે. તેનાથી નીલ, દેહ આદિ સ્વરૂપવાળા આ દશ્ય ભાવનું સ્વાપ એટલે તેના અભાવનું અને શૂન્યનું પણ દર્શન થાય છે. પોતાના અગરૂપ ભાવના વિષયમાં જ્ઞાન કરનાર પતિ’ કહેવાય છે. એવી પ્રત્યભિજ્ઞામાં ઉક્ત નીતિથી “પતિ જેવા તે પ્રભુનું, તે પિતાના સ્વાંગતુલ્ય હેવાથી યથાવસ્થિત જ્ઞાન થાય છે.
૧. ભિત્તિ-નિવાસસ્થાન, ઘર. ૨. સ્વસંવિત–પારિભાષિક શબ્દ છે. (સંવિ=તન્ય). ૩. સ્વાપ–અવસ્થા વિશેષ છે. ૪. પ્રત્યભિજ્ઞા-પૂર્વદષ્ટ પદાર્થનું સ્મરણ પૂર્વક જ્ઞાન –“ gષ અગા ’ ૫. સ્વાંગતુલ્ય–પિતાના અંગ
સમાને,
g
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org