________________
ર
(૨) સ્વાથ્ય માટે પ્રાર્થના (૧૫૫)
તા. ૫-૭-૬૮ The Healing Light"– આ નામનું પુસ્તક હું હમણું વાંચું છું. તેમાં સ્વાથ્ય માટે પ્રાર્થનાનાં ચાર પગથિયાં દર્શાવ્યા છે -
(?) To remind ourselves that there isa source of life, 12a કે જીવનને એક સ્ત્રોત (ઝરણું – પ્રવાહ) છે તે યાદ રાખવું. તે દૃષ્ટિએ તે
લેકમાં* પહેલાં જ આપ્યું છે કે એવું એક નામ છે કે જે વિનેને વિનાશ કરે.
(૨) Turnit on તે સ્ત્રોતને તમારા તરફ વાળે. અહીં કલેકમાં એમ દર્શાવ્યું છે કે સાંનિધ્ય સેવે – એટલે લગભગ તે જ અર્થ થે. - પરમ પૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી તેમના “સમ્યગદર્શનનું પ્રકટીકરણ” નામના પુસ્તકમાં “સમ્યકત્વ એ આત્માનું કલ્યાણ સાધવાના જે ઉપાય છે તે સર્વનું મૂળ છે” તેમ કહે છે. તે સકલ કલ્યાણ સિદ્ધ કરે તેવું નિધાન સમ્યકત્વ જ છે અને તેનાથી સાંનિધ્ય સાંપડે.
(૩) Accept it by faith. શ્રદ્ધા રાખો કે તે સાંનિધ્ય સાંપડી રહ્યું છે.
(૪) Observe its operations જે લાભે સાંપડે તેનું નિરીક્ષણ કરી શ્રદ્ધા વધારે.
આ ચારેય પગલાંને કલેકના અર્થમાં વધુ સારી ઘટાવવા માગું છું. માટે મેં આપશ્રીને અથ બાબત વિચારણાની તસ્દી આપી હતી.
મારી આરાધના સારી ચાલે છે. એક science of Mind'—નામને દળદાર ગ્રન્થ હાથ લાગ્યા છે. તે શ્રદ્ધા શું છે? તે કેમ ઉત્પન્ન થાય? તે કેમ જળવાય ? વિગેરે મૂળભૂત વાતે બહુ છણાવટથી આપે છે. * स्मरणमपि यदीय विघ्नवल्लीकुठरः,
श्रयति यदनुरागात् सन्निधानं निधानम् । तमिह निहितपापव्यापमापद्भिदायामतिनिपुणचरित्रं पार्श्वनाथ प्रणौमि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org