________________
પ્રકીક
૧૭૩ - જ્યાં સુધી અહંતા – મમતા છે ત્યાં સુધી વૈરાગ્યની ભાવના જન્મતી નથી.
સંસારના પદાર્થો પ્રત્યેની લુપતા – મમતા ત્યજવાની છે. આમ કરવામાં જ વસ્તુ માત્રના ઉપયોગ અને ઉપભેગને વિવેક સમજાય છે.
વૈરાગ્યની ભાવના, પ્રેમ અને ‘દયા’ જેવા ગુણોને જન્માવે છે.
પ્રભુ પ્રત્યેના અનન્ય પ્રેમભાવ વિના આ પ્રકારની વૈરાગ્ય-ભાવના જ્ઞાનશીલ અને ગતિશીલ બની શક્તી નથી.
બીજી રીતિ – જ્ઞાન અને ભક્તિ. આમાં પ્રેમલક્ષણા–ભક્તિ એ જ “જ્ઞાન” અને તેથી મળતું અપરોક્ષજ્ઞાન તે જ “ભક્તિ. જે કોઈ અહંકારવૃત્તિ મંદ કરી શકે તે જ ભક્તિ કરી શકે છે.
ત્રીજી રીતિઃ- સત્સંગ, સંતના સમાગમથી મનુષ્યની ઘરમાં ઘેર પશુવૃત્તિ પણ શમી જાય છે અને મનુષ્યત્વ ખીલી ઊઠે છે.
સદ્દગુરુના અભાવે ભક્તિભાવ ભર્યો પિકાર કરવાથી અંતઃકરણમાંથી જે દૃષ્ટિપૂર્વકની સમજ પ્રકટે એ જ “ગુરુ” છે.
પ્રભુનું પ્રેમપૂર્વક – હૃદયના ખરા ભાવથી સ્મરણ કરવું. સ્મરણ કે સ્તુતિ દ્વારા સમર્પણ કરવાનું છે. આત્મ-સમર્પણ એ મહત્ત્વનું કાર્ય છે. વ્યક્તિ સમર્પણ દ્વારા અહંતા–મમતામાંથી છૂટી શકે છે. તે દ્વારા જીવને અહંકાર વિચલિત થાય છે. અહંકારના વિગલન વિના સાચી નમ્રતા પ્રકટતી નથી કે વ્યક્ત થતી નથી.
નિષ્ક્રિયતા દ્વારા શાંત રહેવું એ સાચી આંતરિક શાંતિ નથી, પણ અસદુવૃત્તિ સામે સદુવૃત્તિથી યુદ્ધ આપીને સવૃત્તિને વિજય સ્થાપીને શાંતિ પ્રાપ્ત કરવી એ સાચી શાંતિ છે.
આપણે ઐહિક જીવન એક મભૂમિ સમાન છે, પણ એ ઉપર પ્રભુપ્રેમની જલવર્ષા થતાં એ ભૂમિ અલૌકિક વસ્ત્ર ધારણ કરે છે અને જીવનનું અન્ન પૂરું પાડે છે. પ્રભુને આ પ્રેમ એ જ એની કૃપા છે. તે પ્રેમની નિશાનીઓ નીચે પ્રમાણે હોઈ શકે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org