________________
[૧૮]
પ્રકીર્ણક
(૧) પ્રભુપ્રાપ્તિના ઉપાય અ,
(૧૫૪)
તા. ૧૩–૭–૯ સંસાર બહાર ઉડીને પરમાત્માને ખોળવા જવાનું નથી. પરમાત્માને પાસે લેવાને, અનુભવવાને છે.
જે પ્રાણને પણ પ્રાણ છે, એવા નિકટ પરમાત્માની શોધ કરવા બહાર શું કામ જવું પડે? તેથી પ્રભુને પાસે લાવવા અનુભવવાની જરૂર છે.
જેને નિકટમાં નિકટ અને પ્રાણને પણ પ્રાણ કહ્યો તેને બહારસ્વરૂપની બહાર – પણ શોધવાની જરૂર નથી. પિતામાં પિતા દ્વારા જ એને પાસે લાવવાને – અનુભવવાને છે. એક સાથે બે ક્રિયા કરવાની છેપાસે લાવવાની અને અનુભવવાની.
આને માટે ત્રણ રીતિ છે –
પહેલી રીતિ – અભીપ્સા-તીવ્ર અભીપ્સા, Volcanic Aspirationધખધખતા જવાળામુખી જેવી તમન્ના – અભીપ્સા હોવી જોઈએ.
પરમાત્માને મેળવવું હોય તે એ મેળવવાને દહ-નિશ્ચય જોઈએ. એ નિશ્ચય કાંઈ મગજના વિચારમાંથી ઉપજતું નથી. સમગ્ર આત્માએ ઉખળી પડવું જોઈએ.
સંસારની લોલુપતામાંથી ઊંચે આવ્યા વિના હેતુનું ભાન પ્રગટતું નથી. સંસારના ત્યાગ વિના પ્રભુ મળતા નથી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કેટિ ઉપાય.”
(નિષ્કળાનંદજી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org