________________
ધ્યાન
૧૬૫
ઉપયોગ થઈ રહે ત્યારે છેવટના સુધારાઓ દાખલ કરીને પાછું મોકલી શકશે.
આત્મજ્ઞાન માટેના ધ્યાનના અધિકારી થવા માટે મૂત્તર ગુણેના પાલનની સઘળી પ્રક્રિયાઓ ધર્મશાસ્ત્રોમાં ફરમાવેલી છે, એ લયમાં રહેવાથી બધી પ્રક્રિયાઓની સંગતિ આપમેળે થઈ જાય છે. કર્મક્ષય માટે આત્મજ્ઞાન આવશ્યક છે અને આત્મજ્ઞાન માટે ધ્યાન અને તેની સામગ્રી જરૂરી છે.
(૧૪૫)
ભોંયણી.
કા. વ. ૧૪ ધ્યાન: પ્રારંભિક ભૂમિકા:
ધ્યાન સંબંધી લેખ ગમે તે જાણીને આનંદ. ધ્યાનની સામગ્રીમાં ભાવના” અને “અનુપ્રેક્ષાને સ્થાન છે. “ભાવના એ ધ્યાનાભ્યાસની ક્રિયાનું જ બીજું નામ છે તથા “અનુપ્રેક્ષા” એ ધ્યાનમાંથી નીચે ઉતર્યા બાદ વિચારવા માટેની સામગ્રી છે. બંને ધર્મધ્યાનને પિષક છે, તેથી વારંવાર અભ્યાસ કરવાને ચગ્ય છે– એમ પ્રત્યેક સ્થળે કહેલું છે. ધ્યાન એક પ્રકારનું વિજ્ઞાન (Science) છે, તેથી ભ્રષ્ટાચારી પુરુષે પણ ટેવ પાડીને ધ્યાનમાર્ગે આગળ વધી શકે છે, તેમાં “ના” પાડી શકાય નહિ પણ તે ધ્યાનને શુભ બનાવવું હોય અથવા મેક્ષ-હેતુક કરવું હોય તે તત્વજ્ઞાન અને તેના પુનઃ પુનઃ અભ્યાસરૂપ “ચિંતન” અને “અનુપ્રેક્ષાની આવશ્યકતા રહેવાની તેમાં સમષ્ટિને સ્પર્શનારી તથા પરસ્પરના સંબંધને સુધારનારી મૈયાદિ ચાર ભાવનાઓની આવશ્યકતા તો પાયામાં રહેવાની.
અનિત્યસ્વાદિ બાર અનુપ્રેક્ષાઓ – વૈરાગ્યપષક અને મિથ્યાદિ ચાર ભાવનાઓ –એ સમ્યક્રશનને નિર્મળ કરનાર સમષ્ટિગત ભાવનાઓ છે. તેને સર્વ આસ્તિક દર્શનકાએ યથાયોગ્ય સ્થાન આપેલું છે. “સર્વમૂત
તે રાત અને “નવમુacqમૂર’– એ મુમુક્ષુ માત્રની ભાવના છે. તેની ઉપેક્ષા કરીને મેક્ષમાર્ગમાં આગળ વધવું અગર ધ્યાનમાં સ્થિરતાની સાથે વિશુદ્ધિ લાવવાનું કાર્ય અશકયવત્ છે. દયાનને યોગ્ય ભૂમિકા સર્જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org