________________
વિપશ્યના-સાધના
૧૬૩
તૃતીય ચેકડી-ચિત્તાનુપશ્યના-ચિત્તનું આકલન કરવાને ઉપાય - (૧) ચિત્તને જાણીને આશ્વાસ-પ્રવાસનો અભ્યાસ કરે. (૨) ચિત્તને પ્રમુદિત કરીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે. (૩) ચિત્તનું સમાધાન કરીને આશ્વાસ-પ્રવાસને અભ્યાસ કરે. (૪) ચિત્તને વિમુક્ત કરીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે.
ચતુર્થ ચેકડી - ધર્માનપશ્યના–નિર્વાણ-પ્રાપક પદાર્થોનું આકલન કરવાને ઉપાય:
(૧) અનિત્યતા સમજીને આવાસ-પ્રવાસને અભ્યાસ કરે. (૨) વૈરાગ્યને સમજીને આશ્વાસ–પ્રવાસનો અભ્યાસ કરે. (૩) નિરાધ જાણીને આશ્વાસ–પ્રવાસને અભ્યાસ કરે. (૪) ત્યાગ જાણીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે.
૧. કાય-સંસ્કાર - આનંદલહરી જેવા સુખકારક અનુભવ. ૨. પ્રીતિ – નિષ્કામ પ્રેમ જે પ્રથમ ચોકડીના અનુભવથી આપોઆપ
ઉદિત થાય છે. ૩. સુખ– રોગના કારણે શરીરમાં વેદના થતી હોય અને આના પાન
સ્મૃતિની ભાવના કરે તે અપ્રતિમ પ્રીતિ-સુખ અનુભવે. ૪. ચિત્ત-સંસ્કાર–ઉપર પ્રમાણે આનંદકારક અને સુખકારકચિત્ત-સંસ્કાર ૫. ચિત્ત-સંસ્કાર શાંત – મનને સૂક્ષ્મ કંપ પણ નાબૂદ કરવાનું હોય છે. ૬. ચિત્ત જાણીને- ચિત્ત મંદ થવાનો સંભવ છે તે જાણીને પ્રયત્નો કરવા. ૭. ચિત્તને પ્રમુદિત કરીને- ચિત્તને ઉત્સાહ રાખીને. ૮. ચિત્તનું સમાધાન કરીને – શાંતિપૂર્વક. ૯. ચિત્તને વિમુક્ત કરીને – આશ્વાસ-પ્રશ્વાસમાં મનને આસક્ત થવા
દેવું નહીં. ૧૦. અનુપશ્યના – આકલન કરવું. ૧૧. નીવરણ – આવરણ.
(ગ્રંથ – સિદ્ધ જીવની – સ્વામી બ્રહ્માનંદ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org