________________
વિપશ્યના-સાધના
૧૬૧
સાધક પિતાની યોગ્યતાના બળે દરેકમાંથી પિતાની ભૂમિકાનુસાર ગ્રહણ કરીને વિકાસ સાધી શકે છે.
જૈનદર્શનની વિશેષતા સર્વ–નય–સંગ્રાહિતામાં છે. બૌદ્ધદર્શન જુસૂત્રનયાનુસારી છે, તેથી તે પણ એક નય છે, તેમાં જે કાંઈ સત્ય છે તે શ્રીજૈનદશનની અંતર્ગત જ છે, તે ઉપરાંત અન્ય નાનું સત્ય પણ જૈનદશનાંતર્ગત છે જ. એ રીતે સર્વોપરિતા સ્થાપવી હોય તે જૈનદર્શનની સ્થાપી શકાય છે. નયવાદના સારા અભ્યાસી લેખકે પણ કેટલીક વાર પૂર્વગ્રહાદિ કારણેએ એ વાત વિસરી જાય છે અને સામાન્ય વાચકેમાં બુદ્ધિભેદ થાય તેવું લખાણ પણ તેઓના હાથે થઈ જાય છે, તેવું જ કાંઈ આમાં થયેલું સમજાય છે.
ભ,
(૧૪૧)
બેડા.
તા. ૨૫–૧૧–૭૫ સુશ્રાવક રતિભાઈ વિપશ્યના-સાધનાની સાથે એકમેક થઈ ગયા છે અને તેનાથી વિષયકષાયની પ્રવૃત્તિઓ ઉપર કાબુ આવે છે એ અનુભવ તેમને થયાનું જણાવેલ.
તેના ઉત્તરમાં તે સાધના પ્રાણાયામના જ એક પ્રકારરૂપ ગણાય, વિપશ્યના–સાધનામાં “શબ્દને સ્થાન નથી. શ ક્યા હૈ?– એ હેડીંગ નીચે ગેયંકાને એક લેખ પણ વિપશ્યના' માસિકમાં આવેલે. એકંદર બૌદ્ધ-સાધનામાં “શબ્દને અપ્રમાણ માનવામાં આવે છે કારણ કે તેમના મતે વસ્તુ ક્ષણસ્થાયી છે. તે “શબ્દ વડે પકડાય નહિ તેથી અનુમાન અને આગમ પ્રમાણ બૌદ્ધોને અમાન્ય છે એટલે તેમની બધી સાધના પ્રાણાયામ-પરક ગણાય અને પ્રાણાયામથી જે લાભ થાય છે, તે બધા તે સાધનાથી પણ થઈ શકે. “ગશાસ્ત્રના પંચમ-પ્રકાશમાં યોગના પ્રાણાયામ અંગેનું વિસ્તારથી વર્ણન છે, તેના ઉપસંહારમાં લોક ૪૦ માં કહ્યું છે કે –
ततोऽविद्या विलीयन्ते,
विषयेच्छा विनश्यति। विकल्पा विनिवर्तन्ते,
शानमन्तर्विजृम्भते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org