________________
૧૬૦
અધ્યાત્મપત્રસાર
છે, સંવેદન પર્યંત પહોંચાતું નથી. જ્ઞાનના શ્રુત, ચિન્તા અને ભાવના-એમ ત્રણ પ્રકાર કહ્યા છે. ત્યાં ભાવના—જ્ઞાન સંવેદનપરક છે.
અ.
તા. ૨૦-૪-૭૩
‘સ્મૃતિપટ્ટાન ’– સ્મૃતિ ઉપસ્થાનની ક્રિયા એ સતત જાગૃતિની ક્રિયા છે અને જતાં આવતાં અને વાસા ઉપર ધ્યાન રાખવાની ક્રિયા છે. ‘ સમય ગોયમ ! મા વમાયક્ ’–આવી પ્રભુ મહાવીરે શ્રીગૌતમને આજ્ઞા આપી – સાથે જે પ્રક્રિયા આપી હશે તે રૂબરૂ આપી એટલે આજ સુધી આપણને મળી નહીં. હવે આ બૌદ્ધ – પ્રક્રિયા ઉપરથી ખ્યાલ આવશે કે સતત જાગૃતિ રાખવાની પ્રક્રિયા પ્રાણ સાથે સંલગ્ન કરીને થઈ શકે છે. ‘સ્મૃતિ અનુપસ્થાપન’ તે સામાયિકના એક અતિચાર છે. એટલે સ્મૃતિ ઉપસ્થાન' એના અથ સામાયિક ’– તેથી ‘ સામયિક’માં પણ આવી સતત જાગૃતિ રાખવી જોઈ એ – એમ મારું નમ્ર સૂચન છે.
凯
(૧૪૦)
ભ.
品
(૧૩૯)
Jain Education International
તા. ૧૯ મી ના પત્ર મળ્યેા. જૈન ભારતી'' વિશેષાંકના ખન્ને લેખા ધ્યાનપૂર્વક જોઇ લીધા છે. શ્રી ‘આચારાંગ’ના ‘વિપસ્સી’ અને ‘પાસરૂ’ શબ્દોથી વિપશ્યના, અનુપશ્યનાદિ બૌદ્ધ-સાહિત્યના શબ્દોના સમન્વય સાધવા લેખકે પ્રયાસ કર્યાં છે, તે ઉત્તમ છે, પરંતુ તેટલા માત્રથી ધ્યાનમાર્ગના ઉલ્લેખ બૌદ્ધ-સાહિત્યમાં જેવા સ્પષ્ટ છે, તેવા જૈન-સાહિત્યમાં નથી, એવું અનુમાન તારવવું એ સાહસ છે. વૈરાગ્યાદિ ભાવના તથા આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાનાનું સ્વરૂપ જૈન આગમોમાં તથા પંચાંગી સમેત સમગ્ર-સાહિત્યમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે અને સાધનાના માર્ગમાં આગળ વધવા માટે સાધકને તેમાંથી સ્પષ્ટ માર્ગદર્શન પણ મળે છે. તુલનાત્મક અભ્યાસ જરૂરી છે, પણ ધ્યાનમાર્ગના અનુભવ વિના એક ઉપર ખીજાની સરસાઈ સ્થાપવાના પ્રયત્ન કરવા અનાવશ્યક છે. સુર્યેાગ્ય
લુણાવા
તા. ૨૫-૫-૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org