________________
૧૫૮
અધ્યાત્મપત્રસાર
(૧) કાયાનુપના – Bodily Mindfulness (પોતાના શરીરના વિષયમાં જાગ્રત રહેવાને અભ્યાસ) આને મુખ્ય પ્રકાર આના પાનસતિ
આનાપાન સતિ’–Mindfulness of Breathing ચિત્તને સ્થિર કરવા માટે સૌથી પહેલાં પિતાના આશ્વાસ – પ્રવાસને (શ્વાસોચ્છવાસને) શાંત તથા સૂક્ષમ બનાવવાની જરૂર છે. ગાભ્યાસની આ એક મોટી તૈયારી છે.
જ્યારે આશ્વાસ – પ્રશ્વાસ ચંચલ હોય ત્યારે મનને એકાગ્ર કરી કઈ ધ્યાન થઈ શકતું નથી. આવાસ – પ્રવાસને શાંત કરવાથી ચિત્ત શાંત થાય છે અને ચિત્ત શાંત થવાથી આશ્વાસ – પ્રશ્વાસ પણ શાંત થાય છે. અને શાંત થાય ત્યારે શરીર હલકું હોય તેમ જણાય છે, એકાગ્રતા આવે છે અને ધ્યાન સધાય છે.
આશ્વાસ – પ્રવાસને શાંત કરવા માટે જે અભ્યાસની શિક્ષા દેવામાં આવી છે તે અત્યંત સરલ છે. પ્રવાસ લે, તેને અંદર રાખે અને તેને બહાર છેડે–તેમાં કઈ પ્રકારનો પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. શ્વાસ લાબા કે ટૂંકે, દીર્ઘ કે હસ્વ જે રીતે ચાલે તેને તેમજ ચાલવા દે જોઈએ; કેવળ, પિતાનું ધ્યાન બહારની બધી ચીજોમાંથી ખેચીને (પ્રત્યાહુત કરીને) બહાર આવતા અને અંદર જતા પિતાના શ્વાસ પર લગાવી દેવું જોઈએ. તેના ઉપર પૂરે ખ્યાલ રાખે કે શ્વાસ દીર્ધ અથવા હસ્વ ચાલી રહ્યો છે. આટલું કરવાથી વાસ – પ્રવાસ સ્વયં કેમળ, શાંત તથા સૂમ થઈ જશે અને ચિત્ત બહારના વિષયમાંથી ખેંચાઈને ધ્યાન–મગ્ન થઈ જશે. આ અભ્યાસને “આનાપાન સતિ” કહે છે. આના પાન સ્મૃતિ સમાધિને ભાવિત તથા પ્રગુણિત કરવાથી તે શાંતિદાયક અને નિષ્કામ સુખદાયક નીવડે છે. - કાયાનુપશ્યનાના બીજા પ્રકારે– ઈર્યાપથ સ્મૃતિ, પ્રતિકૃલ મનસિકાર, ધાતુ મનસિકાર અને શ્મશાન–ગ છે તે તેના પ્રસંગે વિચારશું.
(૨) વેદનાનપશ્યના- Mindfulness of feeling (પિતાના શરીરની સુખાનુભૂતિ અથવા દુઃખાનુભૂતિના વિષયમાં જાગ્રત રહેવાને અભ્યાસ)
“તિપર્દાન'- સૂત્રને અભ્યાસી સુખવેદનાને અનુભવ કરે તે સમયે જાગ્રત રહે છે કે હું સુખવેદનાને અનુભવ કરી રહ્યો છું, તે દુઃખવેદનાને અનુભવ કરે તે સમયે પણ જાગ્રત રહે છે કે હું દુઃખવેદનાને અનુભવ કરી રહ્યો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org