SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ અધ્યાત્મપત્રસાર સની વિશુદ્ધિ માટે, શેક-સંતાપમાંથી છૂટવાને માટે, દુ:ખદમનસ્યને નાશ કરવાને માટે આ માર્ગોનું બૌદ્ધો પરિશીલન કરે છે. આ સતત જાગૃતિનો માર્ગ છે. શ્રી બુદ્ધના મૃત્યુ-શય્યા પરથી છેલ્લા શબ્દ ‘૩vમાન ” અર્થાત્ “અપ્રમાદ વડે આ ધર્મને સંપાદન કરો—એ તે જ આદેશ છે કે જે શ્રમણ ભગવાન મહાવીરે શ્રી ગૌતમ સ્વામીને કર્યો – “તમયં જોયમ ! મા પમાયણ’ શ્રી ભગવતી–સૂત્રમાં આ પ્રમાદ વિષે એક સંવાદ પણ પ્રાપ્ત થાય છે. (જુઓઃ– “શ્રી ભગવતી–સાર, સંપાદકઃ-જીવાભાઈ ગોપાલદા સપટેલ, પૃષ્ઠ: ૪૭૭–૪૭૮.) ભ. (૧૩૬) - તા. - ગશાસ્ત્રના બારમા – પ્રકાશમાં “ઉ”નીભાવ'ની પ્રક્રિયા વિસ્તારથી વર્ણવી છે અને તેના પ્રતાપે પણ અનેક સ્વસંવેદનસિદ્ધ અનુભવે મળે છે તેનું વર્ણન છે. કલેક-૩૮ માં કહ્યું છે કે - अमनस्कतया संजायमानया नाशिते मनःशल्ये। . शिथिलीभवति शरीरं छत्रमिव स्तब्धतां त्यक्त्वा ॥ ३८ ॥ અથ–મન રૂપી શલ્ય નાશ પામે છે ત્યારે શરીર છત્રની જેમ જડતાને તજી શિથિલ થાય છે. પરિણામે અવિદ્યાને નાશ વગેરે લાભ મળે છે. આટલું વિસ્તારથી જણાવવાનું કારણ એ છે કે કેગના વિવિધ અંગેનો અભ્યાસ પિતાનું વિશિષ્ટ ફળ અવશ્ય આપે છે. “વિપશ્યના” પણ એક પ્રકારની તેવી જ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણાને મળતી (એક પ્રકારની) અનુભવસિદ્ધ – પ્રક્રિયા છે અને તેનાથી જે લાભ મળે છે, તે અમુક હદ સુધીના છે. મેક્ષમાર્ગમાં તેને ભૂમિકા– વિશેષ સાધક બનાવી શકાય છે, પરંતુ જ્યાં સુધી “શબ્દ”નું આલંબન લેવામાં ન આવે ત્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ કરાવવા અસમર્થ છે. પૂર્ણતાની પ્રાપ્તિ જેએને થઈ છે તેમની સાથે સંબંધ કરાવવાનું એકનું એક અને અનિવાર્ય સાધન “શબ્દ” અથવા “શ્રુતજ્ઞાન છે – તે કેવળીનાં વચનરૂપ છે, તેથી તેનો મહિમા સર્વથી અધિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy