________________
અ.
[૧૫] ભકિતમાર્ગ (૧૩)
તા. – પુરાણ કાળમાં લેક(વિશ્વ)ના રહસ્યના જ્ઞાનના અભાવે મનુષ્યમાત્ર ભય-સંજ્ઞાથી આકુલ-વ્યાકુલ રહેતે હતો. વરસાદ પડે, ધરતીકંપ થાય કે વીજળી ચમકે તે તે ગભરાતો. જ્ઞાન અને અનુભવના કારણે તે હવે એ ડરે છે. અગાઉ ભયભીત થઈને તે દેવને શરણે જતે અને પછી ધીરે ધીરે તે ભક્તિ ભણી વળતે. આમ ભયથી “ભક્તિમાર્ગને આરંભ થયે છે – એમ કેટલાએક માને છે.
વસ્તુતઃ “ભક્તિને ઉદ્ગમ ભીતિ' નહિ, પણ પ્રીતિ છે. મનુષ્યને માટે જેટલી ભીતિ સ્વાભાવિક છે એના કરતાં “પ્રીતિ ઘણું વધારે સ્વાભાવિક છે. ભીતિ તો મનુષ્ય અને પશુઓ –બનેમાં હેય છે, પરંતુ મનુષ્યને ભીતિ પહેલાં “પ્રીતિને અનુભવ થાય છે.
આજે પણ આપણે જોઈએ છીએ કે જન્મ લઈને દરેક પ્રાણું પહેલ-વહેલે માતાનો પ્રેમ પામે છે. આ રીતે તેને સૌ પ્રથમ “પ્રીતિને અનુભવ થાય છેપછી ભીતિને.
ભક્તિનાં સૌથી પુરાણું સ્તોત્રોમાં તીર્થકર - દેવને “પિયામહ – પિતામહ” અથવા “જયગુરુ – જગદ્ગુરુ તરીકે બિરદાવ્યા છે.
એક વાત નિશ્ચિત છે કે “ભક્તિને આરંભ “ભયથી નહિ પણ પ્રેમથી જ થાય છે – આજે પણ આપણને ભીતિ” અને “પ્રીતિ – બન્નેને અનુભવ થઈ રહ્યો છે. પહેલાંના લેકે પ્રકૃતિનું ભયાનક સ્વરૂપ જોઈને ગભરાતા હતા. આજે જગતમાં અણુબોમ્બનો ભય છવાચેલે છે. ડર ઓછો નથી થયે પણ એનું રૂપ બદલાઈ ગયું છે. આમ “ભય અને પ્રેમ–ભક્તિ ના બન્ને પ્રકાર પ્રાચીનકાળથી ચાલ્યા આવે છે.
ભક્તિમાર્ગ અને ક્રિયા(અનુષ્ઠાન)માર્ગ વચ્ચે શો સંબંધ છે?— તેને વિચાર કરવા જેવું છે. ક્રિયામાર્ગમાં તમે ક્રિયાનું પ્રતિફળ પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org