SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ અધ્યાત્મપત્રસાર ટિપ્પણીકા શાસ્ત્રીય પરિભાષામાં – કલામાં આસ્વાદિત થતા ભાવો તે “રસ કહેવાય છે અને કારણોને “વિભાવ”, કાર્યોને “અનુભવ” અને જતી આવતી લાગણીઓને “સંચારીભાવ' કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવન “શાંત-રસ' એ “રસરાજ છે. તેનો “સ્થાયીભાવ” – વૈરાગ્ય” અથવા “શમ” છે, તત્ત્વચિંતન, તપ, ધ્યાન, સ્વાધ્યાય, સમાધિ આદિ “વિભાવ” છે. કામ, ક્રોધ, માન, માયા, લેભ અને મેહનો અભાવ–એ “અનુભાવ” છે. ધૃતિ, હષ(રતિ), મતિ અને સ્મરણ(બુદ્ધિ)–એ “સંચારીભાવ છે. (૧) વિરમ – જાણીતાં કારણોથી ન બને એવો અને ચિત્તને ચકિત કરનાર આ અસાધારણ હેતુ તે “ વિસ્મય’ કહેવાય છે. અલૌકિકતા એનું ઉદ્દીપન છે. સ્તંભ, સ્વેદ, રોમાંચ, ગદ્ગદસ્વર, સંભ્રમ, નેત્રવિકાસ વગેરે અનુભવે છે. એમાંથી “અદૂભુત-રસ' નિષ્પન્ન થાય છે. (૨) ૩E – કોઈપણ કાર્યના આરંભમાં જે આવેગ ઊભો થાય અને દઢતા આવે તેને “ઉત્સાહ કહે છે. એમાંથી ‘વીર–રસનિષ્પન્ન થાય છે. ધર્મ, દયા, દાન અને યુદ્ધ-એ ચાર એનાં નિમિત્તે છે. દઢતા, પરાક્રમ, એજસ્વી – ગતિ વગેરે અનુભાવો છે. જેમાંચ, તર્ક, ગર્વ વગેરે સંચારીભાવે છે. (૩) રામ – નિસ્પૃહ આરાધકને પિતાના આત્મામાં વિશ્રામ કરવાથી જે સુખ મળે છે તેને “શમ” કહે છે. દેવાધિદેવ કે મહાપુરુષ કે તીર્થસ્થાન વગેરે તેના ઉદ્દીપકે છે. તેનાથી “શાંત-રસ” નિષ્પન્ન થાય છે. પરમાત્મસ્વરૂપમાં સારતા અને સંસારી–વિષયોમાં અસારતા અનુભવાય છે. રોમાંચ, નિર્વેદ, હર્ષ, સ્મરણ, ભૂતદયા વગેરે સંચારીભાવે છે. શમ–ભાવ” તે “મોક્ષ-પરક છે અને યોગીને જ ગમ્ય છે. મોક્ષની ઈચ્છા રાખનારના બધાય ભાવો “આત્મ–રતિ’ના પિષક બને છે. નિમિત્ત મળતાં અન્ય ભાવો “શમ”માં જ પ્રવૃત્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy