SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ અધ્યાત્મપત્રસાર માનસિક પ્રકારથી નેત્રોને વિસ્તાર, મુખ અને નેત્ર પર પ્રસન્નતા દેખાય, રોમાંચ સહિત આનંદાશ્રુ આવે. વિસ્મય એ “અદ્ભુત-રસને સ્થાયીભાવ છે.] ૬. આ લેક અને પરલેકના સુખની આશંસારૂપ નિયાણ વિના, ૭. વિહિત તપશ્ચર્યા કરીને, ૮. જિન–ચૈત્યમાં કે કઈ જતુ રહિત સ્થાનમાં, ૯ ભક્તિથી સભર બનીને, - ભક્તિ એ સ્વકીય સ્વરૂપનું અનુસંધાન કરાવે છે, તેથી તેનાથી બહિર, અન્તભંગથી સર્વ પ્રકારે વ્યાપિત થઈને–સંનિવિષ્ટ થઈને. ૧૦. નત મસ્તકે, ૧૧. પ્રફુલ્લિત રમાવલી, – તીવ્ર ઉત્સાહના કારણે વીરરસને ઉદ્ભવ થાય છે. તેનાથી માંચ (પુલક) અને હર્ષ (પ્રદ) થાય છે. ૧૨. વિકસિત વદનકમળ, - ઘરનર વિવાર: કમુરે - આ સૂત્ર અનુસાર અદ્ભુત રસને ઉદ્દભવ થતાં મુખ પર પ્રમોદની પ્રસન્નતા દેખાય છે. ૧૩. પ્રશાંત, સૌમ્ય અને સ્થિરદષ્ટિ, – આ શમભાવ – શાંતરસનું પરિણામ છે. તેને સ્થાયીભાવ તે વાસના-મુક્ત અને શુદ્ધ જ્ઞાનાનંદ-યુક્ત આત્મા છે. આનું સ્વરૂપ શુદ્ધ અને કશાથી પ્રભાવિત થયા વગર સમાધિમાં પ્રતીત થાય છે. ૧૪. નવા નવા સંવેગથી ઉછળતા અત્યંત, નિરંતર, અચિંત્ય પરમ શુભ-પરિણામ વિશેષથી, - નિરંતર સંસ્કારના સેવનથી ભકિતની ભૂમિકા દઢતર કરાય છે. ૧૫. ઉલ્લસિત આત્મવીય અને - વીરરસના ઘાતક ઉલ્લાસ અને આત્માના ઉત્સાહ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy