________________
વિસ્મય
૧૪૧
થતાં આસ્તિકય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમનાં લક્ષણા વ્યક્ત થાય છે.
સંસાર અસાર સમજી અહીં આત્માભિમુખતા પ્રકટે તે સવેગ છે. ( આરાધક દેવાધિદેવના બિંબના ધ્યાનમાં વિશેષ પ્રકારના પ્રયાસવાળા થાય છે. તે અત્યંત પ્રશસ્ત સંવેગથી વિશુદ્ધ થતાં તેમના અલૌકિક મહિમાવાળા ગુણીના અર્થમાં ઉપયોગવાળા થાય છે અને મન, વચન, કાયારૂપ કરણાને તે ધ્યાનાદિમાં અત્યંત અર્પિત કરી સુનિયુક્ત થાય છે. તેમના ગુણુસમૂહના અભ્યાસથી ભાવિત થતાં આરાધકને ચકિત કરનારા વિસ્મયભાવ ઉદ્ભવે છે, અહાહા! એક જ વ્યક્તિમાં એક સાથે એકત્રિત થયેલા અતુલ, મહાન, અચિન્ત્ય, પરમ આશ્ચર્યાના સમૂહ જોવા મળે છે!)
અત્યંત તીવ્રતર મા-ઉલસિત શુભ-અધ્યવસાય સહિત એટલે
-
– તેના ધ્યાનમાં અત્યંત તીવ્ર( પ્રારભકાળથી માંડીને પ્રતિક્ષણ પ્રકર્ષને પામતાં ) મહાન-ઉલ્લાસ અને શુભ-અધ્યવસાયવાળા ( વિશેષ પ્રકારના પ્રશસ્ત પ્રયત્નવાળા ),
અને તેવા વિશેષ પ્રકારના શ્રેષ્ઠ આનંદની અનુભૂતિથી ઇન્દ્રિયા શાંત થઈ જવા છતાં આત્મામાં તૃપ્તિ ન થાય તેવું જે આશ્ચર્ય પ્રકટે તે વિસ્મય નામની યાગભૂમિકા છે, તે વડે સ્કુરાયમાન થતાં નવા નવા પિરણામાથી,
૫. ભક્તિ અને બહુમાનપૂર્વક એટલે
– ભાવનાથી ભાવિત અને તેના પુનઃ પુનઃ અભ્યાસથી હાર્દિક પ્રીતિવડે, દૃઢ ભક્તિવડે,
[ અદ્ભુતરસના ત્રણ પ્રકાર છેઃ
(૧) શારીરિક, (૨) વાચિક અને (૩) માનસિક, શારીરિક પ્રકારથી આરાધકને વારંવાર ઊઠવા બેસવાનું મન થાય, ખીજા આરાધકા સાથે અરસપરસ આલિંગન કરવાનું અને તેમને હાથતાળી દેવાનું મન થાય;
વાચિક પ્રકારથી આરાધકને અહાભાવ ભર્યું વિસ્મય ( હાહાકાર ) અરસપરસ શાખાશ, શામાશના પડકાર કરવાનું અને ખડખડાટ હસવાનું મન થાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org